Shah Rukh Khan: શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણ રશિયામાં રિલીઝ થઇ રહી છે. સાથે જ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પઠાણ(Pathaan ) 18 જૂન રવિવારના રોજ તેના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર માટે તૈયાર છે. તેવામાં કિંગ ખાને વધુ એક ઇતિહાસ રચ્યો છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનનો વ્યાપક ચાહક વર્ગ છે. ત્યારે શાહરૂખ ખાનને તેના ચાહકો તરફથી શનિવારે (10 જૂન) એક એવી ગિફ્ટ મળી જેને અભિનેતાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું.
ચાહકોએ SRKના આઇકોનિક પોઝ (SRK’s iconic pose) પર સૌથી વધુ લોકોનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ(Guinness World Record ) બનાવવા માટે મન્નતની બહાર ભેગા થવાનું નક્કી કર્યું હતું. લગભગ 300 ચાહકો શાહરૂખ ખાનના મકાન મન્નતની બહાર આઇકોનિક પોઝમાં હાથ લંબાવીને ઊભા રહ્યા હતા. તેમની સાથે કિંગ ખાન પણ આ પ્રવૃત્તિમાં જોડાયા હતા જેમણે બાલ્કનીમાં આવી તેના સેંકડો ચાહકોનું સ્મિત સાથે અભિવાદન ઝીલ્યું હતું.

વિશ્વભરમાં તેમના ચાહકો માટે જાણીતા શાહરૂખ ખાનના ચાહકોએ સ્ટાર ગોલ્ડ પર રવિવાર 18મી જૂનના રોજ રાત્રે 8 વાગે વર્લ્ડ ટીવી પ્રીમિયર પઠાણની જાહેરાતને જબરજસ્ત ઉત્સાહ સાથે પ્રતિસાદ આપ્યો છે. આ મૂવીના પ્રીમિયરની અપેક્ષા રાખીને તેઓ કંઈક યાદગાર યોગદાન આપવા ઉત્સુક હતા. આ સિદ્ધિ એક રેકોર્ડ કરતાં વધુ પ્રેમ દર્શાવે છે. તે શાહરૂખ ખાનના ચાહકોની એકતા અને તેમના સામૂહિક જુસ્સાનું પ્રતીક તરીકે નજરે પડ્યું હતું. આ ગિનિસ વર્લ્ડ રેકોર્ડના ધારકો તરીકે માત્ર સ્ટાર ગોલ્ડમાં જ નહીં પરંતુ વિશ્વભરના શાહરૂખ ખાનના દરેક ચાહક આ સિદ્ધિ પર ખૂબ ગર્વ લઈ રહ્યા છે. શાહરૂખ ખાન અને તેના પ્રશંસકોને એકસાથે આવવા માટે એક સ્ટેજ ઓફર કરવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ” તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
જેમ જેમ દિવસ ઉગ્યો તેમ ચાહકોમાં ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો જ્યારે શાહરૂખ ખાન તેમના પ્રેમ બદલ અભિનંદન આપવા માટે તેના ટેરેસ પર બહાર આવ્યા હતા.આ તેના ચાહકો માટે સૌથી મોટી ભેટ હતી જેમણે વારંવાર તેમના પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો છે.





