Jawan Trailer : શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નું ધમાકેદાર પ્રિવ્યૂ રિલીઝ, કિંગ ખાન સાથે દીપિકા પાદુકોણ પણ એક્શન સીનમાં, પ્રિવ્યૂ જોઇને ખુશ થઇ જશો

Jawan Trailer : શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'નું પ્રિવ્યૂ આજે સોમવારે રિલીઝ થઈ ગયું છે. જેમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ પણ જોરદાર એક્શન કરતી જોવા મળી રહી છે.

Written by mansi bhuva
July 10, 2023 12:14 IST
Jawan Trailer : શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નું ધમાકેદાર પ્રિવ્યૂ રિલીઝ, કિંગ ખાન સાથે દીપિકા પાદુકોણ પણ એક્શન સીનમાં, પ્રિવ્યૂ જોઇને ખુશ થઇ જશો
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'નું ધમાકેદાર પ્રિવ્યૂ રિલીઝ

Jawan Trailer: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન ‘પઠાણ’ બાદ હવે આગામી ફિલ્મ ‘જવાન’થી સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. ત્યારે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું પ્રિવ્યૂ આજે સોમવારે રિલીઝ થઈ ગયું છે. ‘પઠાણ’ પછી કિંગ ખાનની આ વર્ષની બીજી ફિલ્મ છે. ‘પઠાણ’ સુપરહિટ થયા બાદ ચાહકો ‘જવાન’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકો ફિલ્મના ટીઝર અને ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મેકર્સે ફેન્સને પ્રિવ્યુ ગિફ્ટ આપી છે.

શાહરૂખ ખાનની ‘જવાન’નું પ્રીવ્યૂ રિલીઝ

જવાનના પ્રિવ્યૂની વાત કરીએ તો તે એક્શનથી ભરપૂર છે. પૂર્વાવલોકન શાહરૂખ ખાનના અવાજથી શરૂ થાય છે. જેમાં તે કહે છે કે, ‘મને ખબર નથી કે હું કોણ છું, મારો કોઈ ઈરાદો નથી. તમારી જાતને પૂછો કે હું પુણ્ય છું કે પાપ કારણ કે હું પણ તું જ છું. તૈયાર છો. નામ તો સાંભળ્યું જ હશે.”

શાહરૂખ ખાનની સાથે પ્રિવ્યૂમાં દીપિકા પાદુકોણ સહિત વિજય સેતુપતિ, નયનથારા પણ જોરદાર એક્શન કરતી જોવા મળે છે. જ્યારે દીપિકા પાદકુોણ આ ​​ફિલ્મમાં ગેસ્ટ અપિયરન્સ કરી રહી છે. તેમજ આમાં શાહરૂખ ખાનનો અલગ લૂક પણ જોવા મળી રહ્યો છે.

પ્રિવ્યૂ અંગે અપડેટ

શનિવારે, શાહરૂખ ખાને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નાનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે ફિલ્મનો પ્રીવ્યૂ 10 જુલાઈએ રિલીઝ થશે. શાહરૂખે પોતાની પોસ્ટમાં લખ્યું- હું પુણ્ય છું કે પાપ?… હું પણ તું છું… જવાન આ વર્ષે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જવાનનું ટ્રેલર ટોમ ક્રૂઝની ફિલ્મ મિશન ઈમ્પોસિબલઃ ધ રેકનિંગ રે સાથે સિનેમાઘરોમાં બતાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે મે મહિનામાં ફિલ્મના મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ અપડેટની જાહેરાત મોશન પિક્ચર સાથે કરવામાં આવી હતી. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુમાં પણ રિલીઝ થશે. તેનું નિર્માણ ગૌરી ખાને કર્યું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ