Shah rukh khan and deepika padukone in jawan: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાન ઘણા સમયથી ચર્ચામાં છે. ચાહકો ઘણા સમયથી ફિલ્મના ટીઝરની રાહ જોઈ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મનું ટીઝર 10 જુલાઈએ રિલીઝ થશે. પરંતુ મેકર્સે શાહરૂખની ‘જવાન’નો પ્રીવ્યૂ રિલીઝ કરી દીધો છે. જેણે સૌને ઉત્સાહિત કરી દીધા છે. જવાનનું પ્રીવ્યૂ હાઈ-ઓક્ટેન એક્શનથી ભરપૂર છે.
જવાન ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે વિજય સેતુપતિ, યોગી બાબુ અને સુનીલ ગ્રોવર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં દેખાશે. અપકમિંગ મૂવી જવાનના પ્રીવ્યુ પહેલા, પ્રથમ ફિલ્મના કેટલાક એક્શન સિક્વન્સ પણ સામે આવ્યા હતા. પરંતુ મેકર્સે તેને પહેલા ટ્રેલરમાં સ્થાન આપ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું બીજું ટ્રેલર ઓગસ્ટમાં આવશે. આ દરમિયાન પ્રીવ્યુમાં એક એવો સીન છે, જેને જોઈને કહેવામાં આવી રહ્યું છે કે આખી સ્ટોરીમાં શું કહેવામાં આવ્યુ છે.
જવાન ફિલ્મની સ્ટોરી થઇ લીક
ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન ડબલ રોલ કરી રહ્યા છે, તે વાત તો સૌ જાણે છે. તેમાં એક પાત્ર દિકરાનો છે અને બોજો પિતાનો છે. પિતા તરીકે શાહરૂખનું પાત્ર અગાઉ ભારતીય સેનામાં હોય તેવું લાગે છે. પ્રિવ્યૂમાં એક સીન છે, જ્યાં કેટલાક વિશેષ સૈન્ય દળોના લોકો જવાનની અંતિમ વિદાયમાં હાજરી આપવા આવ્યા છે. આ કદાચ એ જ પિતાનું પાત્ર છે જેનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે. પરંતુ તે ખરેખર મૃત્યુ પામ્યો નથી. તે પુરુષ કેટલીક પીડિત સ્ત્રીઓને મદદ કરે છે. તેમને તેમની ટીમમાં ઉમેરે છે. તે પછી તેઓ એક પછી એક કેટલાક મિશન પૂર્ણ કરે છે. જેના કારણે તેને ભારતમાં ગુનેગાર ગણવામાં આવે છે. આ ગુનેગારને પકડવાની જવાબદારી પોલીસ અધિકારીને આપવામાં આવી છે. આ પાત્ર શાહરૂખ ખાને પણ ભજવ્યું છે.
શાહરૂખ ખાને કેમ મુંડન કરાવ્યું
પ્રીવ્યૂમાં શાહરૂખ એક પોલીસના પાત્રમાં દેખાય છે. જો કે આ સીનમાં તેની માત્ર આંખ જ દેખાય છે. પ્રીવ્યૂમાં એક સીન એવો પણ છે, જેમા પોલીસવાળો તેન ક્રિમિનલ સાથે લડાઇ લડી રહ્યો છે. એટલે કે શાહરૂખ, શાહરૂખ સાથે લડી રહ્યો છે. આ બંને પિતા-પુત્ર છે. જો કે આ વાત તે બંનેમાંથી કોઇને પણ ખબર હોતી નથી. નયનતારાએ પોલીસવાળા શાહરૂખની નવ ઇન્ટ્રેસ્ટનું પાત્ર ભજવ્યુ છે. જ્યારે ક્રિમિનલ શાહરૂખની પત્નીની ભૂમિકા એક્ટ્રેસ દીપિકા પદુકોણે ભજવી છે.
પરંતુ એક ઘટનામાં દીપિકા પાદુકોણનું મૃત્યુ થાય છે અને શાહરૂખના પાત્રને બાળી નાંખવામાં આવે છે. અહીં તે લોકો તેમના બાળકથી વિખુટ પડી જાય છે, જે મોટો થઈને પોલીસ બની જાય છે. તે જ સમયે, દાઝી જવાને કારણે, શાહરૂખ ખાન ચહેરા પર પટ્ટી બાંધીને ફરતો જોવા મળે છે.
શાહરૂખ ખાન પોલીસથી છુપાવવા માટે જ તેના નવા લુકમાં જોવા મળી રહ્યો છે. આમાંથી એક શાહરૂખ ખાનનો બાલ્ડ લુક છે. ફિલ્મની આ સ્ટોરી પર ઘણા સમયથી દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નું ધમાકેદાર પ્રિવ્યૂ રિલીઝ
જવાન ફિલ્મ ક્યારે રિલીઝ થશે
તમને જણાવી દઇયે કે, જવાન ફિલ્મનું નિર્દેશન એટલી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત નયનથારા, પ્રિયમણિ, સુનીલ ગ્રોવર અને વિજય સેતુપતિ પણ જોવા મળશે. આશરે રૂ. 220 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ’જવાન’ મૂળ હિન્દીમાં બનાવવામાં આવી છે, પરંતુ તે અન્ય ભાષાઓમાં પણ રિલીઝ થશે. શાહરૂખ ખાનની અપકમિગ ફિલ્મ જવાન આગામી 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.





