scorecardresearch

શમિતા શેટ્ટી આ ટીવી એક્ટરના પ્રેમમાં, કિસિંગ ફોટો વાયરલ થયા બાદ અટકળો તેજ

shamita shetty amir ali: શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) બહેન અને બિગ બોસ 15 (Bigg Boss 15) ફેમ શમિતા શેટ્ટી (Shamita Shetty) ફરી એકવાર તેની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. જો અટકળો પર વિશ્વાસ કરવામાં આવે તો શમિતા એક્ટર રાકેશ બાપટ (Raqesh Bapat) આમિર અલીને (Aamir Ali) ડેટ કરી રહી છે. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહી છે.

shamita shetty
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી આમિર અલી સાથેના તેના સંબધોના કારણે ચર્ચામાં

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty) મોટા પડદા પર પોતાનો જાદુ પાથરી શકી નથી. પણ તે બિગ બોસ (Big Boss) અને સોશિયલ મીડિયા (Social media) થકી આજે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેનો એક વિડીયો વાયરલ (Viral Video of Shamita shetty) થયો છે. જેમાં તે આમિર અલી (Aamir Ali) સાથે ક્લોઝ જોવા મળી રહી છે.

આ વિડીયોમાં આમિર તેના ગળા પર કિસ કરતો જોવા મળે છે. જેના કારણે આ બંને ડેટ કરી રહ્યા હોવાની વાતે જોર પકડ્યું છે. અગાઉ શમિતાનું નામ રાકેશ બાપટ સાથે પણ જોડાયું હતું.

આ બંને બિગ બોસ ઓટીટી અને સલમાનના બિગમાં જોવા મળ્યા હતા. બંનેને તેમના ચાહકો શારા કહીને બોલાવતા હતા. બંનેની કેમેસ્ટ્રી અંગે ચર્ચાએ જોર પકડયું હતું. પણ બિગ બોસના ઘર (Big Boss House)માંથી નીકળ્યા બાદ બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું.

રાકેશથી અલગ થયા બાદ હવે શમિતા આમિર અલી સાથે જોવા મળી રહી છે. બંને ડેટ કરી રહ્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે. બંનેએ સમિતા બેનર્જી અને આશિષ ચૌધરીની એનિવર્સરી પાર્ટીમાં સાથે હાજરી આપી ત્યારથી આ અટકળો ત્યારથી ચાલી રહી છે.

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ પણ વાંચો: શાહરૂખ ખાનની ‘પઠાણ’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ માર્કંડેય કાત્જુ, ‘કોઇ સામાજિક સુસંગતતા નથી’

શુક્રવારે મુંબઈમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં શમિતા આમિરની ખૂબ નજીક જોવા મળી હતી. આ સિવાય બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં આમિર શમિતાને પોતાની કાર પાસે લઈ જઈને ગુડબાય કહેતા ગાલ પર કિસ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ તેમના અફેરની અટકળો તેજ થઇ ગઇ હતી.

Web Title: Shamita shetty dating with amir ali kissing photo viral videos instagram

Best of Express