scorecardresearch

શરદ પવારે કહ્યું બોલિવૂડમાં મુસ્લિમ સમુદાયનું મોટું યોગદાન, વિવેક અગ્નિહોત્રીનો પલટવાર કહ્યું શરમજનક.. શરમજનક..

વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું જ્યારે મુંબઇમાં આવ્યો હતો ત્યારે શરદ પવારજી અહીંયાના રાજા હતા. દરેક રાજાની જેમ તેમની પાર્ટી પણ અહીંયા ટેક્સ વસુલતી હતી.

શરદ પવારે કહ્યું બોલિવૂડમાં મુસ્લિમ સમુદાયનું  મોટું યોગદાન, વિવેક અગ્નિહોત્રીનો પલટવાર કહ્યું શરમજનક.. શરમજનક..
sharad pawar Photot

જગવિખ્યાત નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ ‘ધ કાશમીર ફાઇલ્સ’ જેવી ઐતિહાસિક ફિલ્મ બનાવીને વિશ્વભરમાં હડકંપ મચાવી દીધો હતો. ઓછા બજેટમાં બનાવવા છતાં તેમની આ ફિલ્મ સુપરહિટ રહી હતી. ‘ધ કાશમીર ફાઇલ્સે’ કમાણીના તમામ રેકોર્ડ તો તોડ્યા જ હતાં. પરંતુ લોકો ઉપર પણ જબરી છાપ છોડી ગઇ હતી. ત્યારે આ ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી ફરી એકવાર તેના વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે, વિવેક અગ્નિહોત્રી તેના વિવાદિત નિવેદનોને લઇને અવાર-નવાર ચર્ચામાં રહેતા હોય છે. એવામાં આ વખતે વિવેક અગ્નિહોત્રીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારના નિવેદનને લઇ નારાજગી વ્યક્ત કરી છે.

શરદ પવારએ નિવેદન આપ્યું હતું કે, દેશમાં મહત્વનું યોગદાન આપવા છતાં લધુમતી સમુદાયને યોગ્ય પ્રમાણમાં તેનો હિસ્સો મળ્યો નથી. શરદ પવારના આ નિવેદનને વિવેક અગ્નિહોત્રીએ શરમજનક કહ્યું હતું.

વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, હું જ્યારે મુંબઇમાં આવ્યો હતો ત્યારે શરદ પવારજી અહીંના રાજા હતા. દરેક રાજાની જેમ તેમની પાર્ટી પણ અહીં ટેક્સ વસૂલતી હતી. ત્યારે બોલિવૂડના ઘણા કલાકારોએ ખુશી ખુશી આ ટેક્સ ભર્યો છે. જેના બદલામાં બોલિવૂડના એ કલાકારોને તેની સત્તાને કાયમ રાખવાની પરવાનગી મળતી હતી. એવા સંજોગમાં હું હંમેશા એ વિચાર કરીને હેરાન થઇ જતો હતો કે છેવટે આ લોકો ક્યા હતા? પરંતુ શરદ પવારના આ નિવેદન બાદ હવે મારા બધા શક દૂર થઇ ગયા છે.

આ ઉપરાંત નિર્દેશકે બીજુ એક ટ્વિટ કરી લખ્યું હતું કે, હા..હા..હા, શરમજનક, શરમજનક, શરમજનક. ભગવાન તેમને જન્નત નસિબ કરે કારણ કે તેમણે તેમના આ જીવનકાળમાં જ તેના નરકના વર્ષો પૂરા કરી લીધા છે.

શનિવારના રોજ NCP ચીફ શરદ પવાર નાગપુરમાં વિદર્ભમાં મુસ્લિમ બૌદ્ધિક મંચ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કાળા જગત પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બોલિવૂડામાં સૌથી મોટું યોગદાન મુસ્લિમ સમુદાયે આપ્યું છે અને આ સત્યને નજરઅંદાજ કરી શકાય નહીં.

શરદ પવારે વધુમાં કહ્યું હતું કે, બોલિવૂડને ટોપ પર લઇ જવામાં મુસ્લિમ સમુદાયનું સૌથી મોટું યોગદાન છે. ત્યારે મુસ્લિમ લધુમતીઓએ આપેલા યોગદાનને અમે અદેખો કરી શકીએ નહીં.

Web Title: Sharad pawar statment muslim contribution bollywood vivek agnihotri reaction

Best of Express