/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Sharmaji-Ki-Beti-OTT-Release-Date.jpg)
Sharmaji Ki Beti OTT Release Date news : સાક્ષી તંવર અભિનીત ફિલ્મ શર્માજી કી બેટી OTT પ્લેટફોર્મ એમઝોન પ્રાઈમ પર આ દિવસે થશે રિલીઝ
Sharmaji Ki Beti : શર્માજી કી બેટી (Sharmaji Ki Beti) ડ્રામા ફિલ્મમાં તાહિરા કશ્યપનું ડાયરેકશન છે જેમાં સાક્ષી તંવર (Sakshi Tanwar), સૈયામી ખેર અને દિવ્યા દત્તા અભિનીત છે. ગયા વર્ષે જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું વિશિષ્ટ પ્રીમિયર થયું હતું. ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ મળ્યો અને દર્શકોના દિલ જીતી લીધા હતા.
તાહિરાની ફિલ્મને ચાહકો અને વિવેચકો બંને તરફથી ખૂબ પ્રશંસા મળી હતી. હવે, ઘણી અપેક્ષાઓ પછી, ફિલ્મની ડિજિટલ રિલીઝની રાહ પૂરી થઈ છે, કારણ કે ફિલ્મઆ આગમનની આખરે જાહેરાત થઇ છે!
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Sharmaji-Ki-Beti-OTT-Release-Date-news.jpg)
શર્માજી કી બેટી (Sharmaji Ki Beti) ઓનલાઈન ક્યારે અને ક્યાં જોવી
શર્માજી કી બેટી ડિજીટલ રીલીઝ માટે તૈયાર છે. આ મૂવી 28 જૂન, 2024 થી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર OTT રિલીઝની જાહેરાત કરી છે.
પ્રાઇમ વિડિયો સબ્સ્ક્રિપ્શન પ્લાન તમારી જરૂરિયાતોને અનુરૂપ બચત પ્લાન ઓફર કરે છે. તમે માસિક પ્રાઇમ પ્લાનમાંથી પસંદ કરી શકો છો, જેની કિંમત 1 મહિના માટે ₹ 299 છે, ત્રિમાસિક પ્રાઇમ પ્લાન, જે તમને ₹ 599માં 3 મહિનાનો સમય આપે છે અથવા ₹ 1499માં સંપૂર્ણ 12 મહિનાનો લાભ પ્રદાન કરે છે.
આ પણ વાંચો: Sonakshi Sinha : લગ્નના થોડા દિવસ પહેલા સોનાક્ષી ઝહીર ઈકબાલના પરિવાર સાથે જોવા મળી, અહીં જુઓ
શર્માજી કી બેટી વિશે
શર્માજી કી બેટી એ એક આહલાદક અને હૃદયસ્પર્શી ફિલ્મ છે જે મહિલા સશક્તિકરણની થીમ્સ અને તેઓ જે અવરોધોનો સામનો કરે છે તેના પર ધ્યાન આપે છે. ત્રણ મધ્યમ-વર્ગની મહિલાઓ અને બે કિશોરવયની છોકરીઓના પરસ્પેકટીવ, જે તમામ અલગ-અલગ પેઢીમાં 'શર્મા' અટક ધારણ કરે છે, મૂવી તેમની અલગ-અલગ મુસાફરી, અનુભવો અને પડકારો વિષે છે.
આ ફિલ્મમાં વંશિકા ટાપરિયા, અરિસ્તા મહેતા, શારીબ હાશ્મી અને પરવિન દબાસ પણ છે. શર્માજી કી બેટી એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત છે, અને એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન દ્વારા નિર્મિત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us