Sonakshi Zaheer Wedding: શત્રુઘ્ન સિંહા દિકરી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નમાં જશે કે નહીં? મામા એ કહી મોટી વાત

Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલના લગ્નમાં પિતા શત્રુઘ્ન સિંહા આવશે કે નહીં તે અંગે અટકળો થઇ રહી છે. આ વિશે બોલીવુડ અભિનેત્રીના માતાએ એક મોટી વાત કહી છે.

Written by Ajay Saroya
June 17, 2024 18:52 IST
Sonakshi Zaheer Wedding: શત્રુઘ્ન સિંહા દિકરી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નમાં જશે કે નહીં? મામા એ કહી મોટી વાત
બોલીવુડ અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી સિનાક્ષી સિંહા લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂને મુંબઇમાં લગ્ન કરશે. (Photo - aslisona /iamzahero)

Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથે 23 જૂને લગ્ન કરી રહી છે. લીક થયેલા ડિજિટલ વેડિંગ ઈન્વિટેશન કાર્ડમાં ખુલાસો થયો છે કે આ ફંક્શન મુંબઈમાં યોજાશે. પૂનમ ધિલ્લોન અને હની સિંહ જેવી હસ્તીઓએ આ સમાચારને સમર્થન આપ્યું હોવા છતાં આ દંપતી કે તેમના પરિવારજનોએ આ અટકળો અંગે કોઈ ટિપ્પણી કરી નથી. જો કે શત્રુઘ્ન સિંહાના એક નજીકના સહયોગીએ હવે આ અફવાઓ સાચી હોવાની વાતને સમર્થન આપ્યું છે.

તાજેતરમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ના ભૂતપૂર્વ ચેરમેન અને સોનાક્ષી સિંહાના નજીકના પારિવારિક મિત્ર ફિલ્મ સર્જક પહલાજ નિહલાનીએ પુષ્ટિ કરી હતી કે તેઓ લગ્નના ફંક્શનમાં હાજરી આપવાના છે. નિહલાનીએ એવી અફવાઓ વિશે પણ વાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સોનાક્ષી સિંહા સાથેના તણાવપૂર્ણ સંબંધોને કારણે તેમના પિતા અને ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહા લગ્નમાં હાજરી આપશે નહીં.

sonakshi Sinha | zaheer Iqbal | sonakshi Sinha zaheer Iqbal wedding | sonakshi sinha marriage date | zaheer Iqbal with sonakshi Sinha | sonakshi sinha boyfriend name | sonakshi sinha boyfriend zaheer Iqbal | zaheer Iqbal with salman khan, zaheer Iqbal movie
Sonakshi Sinha Zaheer Iqbal wedding: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બંને 23 જૂને લગ્ન કરશે તેવા અહેવાલ છે. (Photo – @aslisona / @iamzahero)

શત્રુઘ્ન સિંહા દિકરી સોનાક્ષી સિંહાના લગ્નમાં આવશે? (Shatrughan Sinha Attend Sonakshi Sinha?)

ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યુમાં નિહલાનીએ આ વિશે કમેન્ટ કરી છે. પહલાજ નિહલાની સોનાક્ષીની માતાને બહેન માને છે અને કહ્યું હતું કે લગ્ન મામા વગર ન થઈ શકે. શત્રુઘ્ન સિંહા એ હાલમાં જ કહ્યું હતું કે તેમને આ લગ્ન વિશે કંઈ જ ખબર નથી, નિહલાનીએ કહ્યું હતું કે આવું એટલા માટે થઈ શકે છે કારણ કે ટીએમસી નેતા લોકસભા ચૂંટણીના કારણે ત્રણ મહિના માટે બહાર ગયા હતા.

તેમણે ખાતરી આપી હતી કે સોનાક્ષી સિંહાની માતા પૂનમ સિંહાને લગ્ન વિશે જાણકારી હશે અને શત્રુઘ્ન સિંહા પરત આવતા સમાચાર આવ્યા હશે. નિહલાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શત્રુઘ્ન સિંહા ચોક્કસપણે લગ્નમાં હાજરી આપશે, તેમણે ઉમેર્યું હતું કે, સોનાક્ષી સિંહા અને તેના પરિવાર વચ્ચે બધું બરાબર છે.

આ પણ વાંચો | સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બંને માંથી કોણ સૌથી વધુ ધનવાન? 23 જૂને કરશે લગ્ન!

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું શત્રુઘ્ન સિંહાને અગાઉથી જાણ ન કરવામાં આવી હોવાથી તેઓ નારાજ છે, ત્યારે નિહલાનીએ કહ્યું હતું કે તેઓ ગુસ્સે છે પરંતુ તેઓ લાંબા સમય સુધી ગુસ્સે રહી શકશે નહીં, કારણ કે સોનાક્ષી સિંહા તેમની લાડલી છે. દીકરીએ પોતાના પસંદ કરેલા પાર્ટનર સાથે લગ્ન કરવાથી પિતા કેમ નાખુશ હશે તે અંગે તેમણે કહ્યું કે, “શત્રુજીએ પોતે 40 વર્ષ પહેલા પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા હતા. નિહલાની એ પણ પુષ્ટિ આપી હતી કે લગ્ન 23 જૂનની સવારે સાંજે રિસેપ્શન સાથે થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ