Shatrughan Sinha On Sonakshi Sinha Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન 23 જૂને થવાના છે અને આ લગ્નને લઇને જાત જાતની અટકળો થઇ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષી સિંહાનો પરિવાર આ લગ્નથી ખુશ નથી અને કદાચ તેઓ તેમના લગ્નમાં પણ સામેલ નહીં થાય. આ દરમિયાન સોનાક્ષી સિંહાની માતા પૂનમ સિંહા અને ભાઈ લવ સિંહા એ તેને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી હોવાનો પણ ખુલાસો થયો છે. આ ખબરો વચ્ચે શત્રુઘ્ન સિંહાનું સોનાક્ષી અન ઝહીહના લગ્ન વિશે એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.
સોનાક્ષી – ઝહીર લગ્ન વિશે શત્રુઘ્ન સિંહાએ મૌન તોડ્યું
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં સોનાક્ષી સિંહાના પિતા શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું છે કે તેઓ પોતાની દીકરીના લગ્નમાં હાજરી આપશે અને કપલને આશીર્વાદ પણ આપશે. ઝૂમ સાથે એક વાતચીતમાં અભિનેતાએ તમામ મીડિયા રિપોર્ટ્સને ફેક ગણાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શત્રુઘ્ન સિંહા આ લગ્નથી નાખુશ છે અને તેમા સામેલ નહીં થાય.

તેમણે કહ્યું, મને કહો, આ કોની જીંદગી છે, આ મારી એકમાત્ર પુત્રી સોનાક્ષીનું જીવન છે, જેને હું પ્રેમ કરું છું અને તેના પર ગર્વ અનુભવું છું. તે મને પોતાની હિંમત માની છે, હું લગ્નમાં જરૂર હાજર રહીશ. શત્રુઘ્ન સિંહા એ કહ્યું કે, સોનાક્ષીની ખુશી તેમના માટે સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે તેમની પુત્રીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે તેની ઇચ્છા મુજબ લગ્ન કરી શકે છે.

દંપતી ને આપ્યા આશીર્વાદ
શત્રુઘ્ન સિંહા કહ્યું કે તે તેની પુત્રીની તાકાત છે અને તેની સાથે ઢાલની જેમ ઉભા છે. સોનાક્ષી અને ઝહીર પોતાનું જીવન સાથે વિતાવવા માંગે છે. તેઓ એક સાથે ખૂબ જ સુંદર લાગે છે.
આ પણ વાંચો | સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્નમાં હશે બધુ જ ખાસ, વેડિંગ વેન્યૂ ડેકોરેશનથી લઇ મેનૂ સુધી બધુ જાણો
ખોટા સમાચાર ફેલાવનારાઓ માટે સંદેશ
શત્રુઘ્ન સિંહાએ તેમના અને સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન વિશે ખોટા સમાચાર ફેલાવનારાઓને ચૂપ કરી દીધા છે. “હું તેમને મારા સિગ્નેચર ડાયલોગ થી સાવચેત કરવા માંગુ છું: ખામોશ, તેને તમારી સાથે કોઈ લેવાદેવા નથી. ફક્ત તમારા પોતાના કામ થી કામ રાખો.





