તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં અભિનેતા અને મુખ્ય આરોપી ટીવી અભિનેતા શીઝાન ખાનને જામીન મળી ગયા છે. સીઝાનને વસઈ કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. 2 માર્ચે સુનાવણી બાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસમાં વાલિવ પોલીસે ગયા મહિને 524 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ શીઝાન વતી ફરી જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. શીઝાન છેલ્લા અઢી મહિનાથી થાણેની જેલમાં બંધ હતો. ત્યારે હવે શીઝાન ખાનની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.
શીઝાનને જામીન આપતાં કોર્ટે કહ્યું છે કે, તે પુરાવા સાથે ચેડાં કરશે નહીં કે, સાક્ષીઓનો સંપર્ક કરશે નહીં. કોર્ટે શીઝાનને તેનો પાસપોર્ટ પોલીસમાં જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે. શીઝાન કોર્ટની પરવાનગી વગર વિદેશ પણ જઈ શકતો નથી.
શીજાન ખાને બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આજે મને ખરા અર્થમાં આઝાદીનો સાચો મતલબ સમજ આવ્યો છે. મને તેનો અહેસાસ થાય છે. જ્યારે હું મારી માં અને બહેનોને જોઇ તો મારી આંખોમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા હતા. હવે હું તેમની પાસે આવીને ખુબ જ ખુશ છું.
શીઝાન ખાને વધુમાં કહ્યું કે, આખરે આજે હું મારા પરિવાર સાથે છું. આ એક શાનદાર અહેસાસ છે. થોડા દિવસ બસ હું મારી માંના ખોળામાં માથું રાખીને સુવા માંગું છું. તેના હાથનું ભોજન અને ભાઇ-બહેનો સાથે ભરપૂર સમય વિતાવવા માંગુ છું. જ્યારે શીઝાન ખાનને આ ઇન્ટવ્યૂમાં એક્ટ્રેસ તુનિષા શર્મા અંગે સવાલ કરાયો તો તેણે પ્રતિક્રિયા આપી તે, મને તેની યાદ આવે છે અને જો એ હોત તો એ મારા માટે લડેત.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચન પ્રોજેક્ટ ‘K’ના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત, અભિનેતાએ કહ્યું…અસહ્ય પીડામાં
શીઝાન ખાન જેલમાંથી છૂટ્યા બાદ તેની બહેન ફલક નાજે કહ્યું કે, અમે શીઝાનના આવવાથી ખુબ જ ખુશ છીએ.હજુ સ્થિતિ નોર્મલ થવામાં થોડા સમય લાગશે. આખરે શીઝાન બહાર આવી અને અમે એ તમામના શુક્રગુજાર છીએ જેને અમારો સાથ આપ્યો છે.