સ્પા, રેસ્ટોરાથી લઇને બારમાં કામ કરનાર અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે કરોડોની સંપત્તિની માલકિન

Shilpa Shetty: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે 8 જુનના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ તકે જાણો એક મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મેલી અભિનેત્રી કેવી રીતે કરોડોની માલકિન બની.

Shilpa Shetty: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે 8 જુનના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ તકે જાણો એક મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મેલી અભિનેત્રી કેવી રીતે કરોડોની માલકિન બની.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Shilpa Shetty Photos | Shilpa Shetty News in Gujarati

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી

Shilpa Shetty: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી બોલિવૂડની હોટ ગર્લમાંથી એક માનવામાં આવે છે. શિલ્પા આજે 8 જૂના રોજ પોતાનો બર્થ ડે મનાવી રહી છે. આજે પણ શિલ્પા પોતાના હોટ ફિગર અને ફિટનેસ માટે ફેમસ છે. શિલ્પા શેટ્ટીએ અભિનયની દુનિયામાં વર્ષ 1993માં ફિલ્મ 'બાજીગર'થી પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારે આજે તે પોતાની મહેનતના દમ પર કરોડોની માલિક બની ગઇ છે. આવો જાણીએ શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પર તેની કુલ સંપત્તિ અને કમાણી વિશે. શિલ્પા શેટ્ટી આજે પણ કરોડોના સંપત્તિની માલિક છે, પરંતુ તેનો જન્મ મિડલ ક્લાસ ફેમિલીમાં થયો છે.

Advertisment

શિલ્પા શેટ્ટીની માતા સુનંદા અને દિવંગત પિતા સુરેંદ્ર શેટ્ટી બંને એક ફાર્માસ્યૂટિકલ કંપનીમાં કામ કરતા હતા. શિલ્પા શેટ્ટીએ તેનો પ્રારંભિક અભ્યાસ ચૈંબૂરમાં પૂરો કર્યો. શિલ્પા શેટ્ટીને વોલીબોલ રમવું ખુબ જ પ્રિય હતું. તેમાં એક્ટ્રેસ માહિર હતી. પરંતુ તડકામાં વોલીબોલ રમવાથી તેની બોડી સંપૂર્ણ રીતે ટૈન થઇ ગઇ હતી.

આ દરમિયાન એક ફોટોગ્રાફરની તેના પર નજર પડી અને તેણે શિલ્પા શેટ્ટીના લૂક્સની ખુબ પ્રશંસા કરી અને તેને ફોટા ક્લિક કરવા માટે પરવાનગી માંગી. આ પછી શિલ્પા શેટ્ટીનું જીવન બદલાઇ ગયું. શિલ્પા શેટ્ટીને મોડલિંગ માટે ઓફરો મળવા લાગી. જેને પગલે શિલ્પાએ ધોરણ 10નો અભ્યાસ પૂરો કર્યા બાદ એક ટીવી જાહેરાત લિમ્કા માટે મોડલિંગ કરી કરિયર બનાવવા તરફ પ્રથમ પગલું ભર્યું હતું. આ પછી તેને ફિલ્મોની ઓફર મળવા લાગી. શિલ્પા શેટ્ટીએ બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કરી ચૂકે છે. જેમાં શાહરૂખ ખાન, અનિલ કપૂ, આમિર ખાન વગેરે સામેલ છે.

શિલ્પા શેટ્ટીએ દેશના પ્રખ્યાત બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. મહત્વનું છે કે, શિલ્પા શેટ્ટીનું નામ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અમીર હિરોઇનોની યાદીમાં સામેલ છે. શિલ્પા શેટ્ટી ફિલ્મોની સાથે બિઝનેસ, રિયાલિટી શો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ અઢળક કમાણી કરે છે. મીડિયા અહેવાલ અનુસાર અભિનેત્રી એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા ફી લે છે.

Advertisment
publive-image

દૈનિક ભાસ્કરના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે શિલ્પા શેટ્ટીની નેટવર્થ 150 કરોડ રૂપિયા છે. હાલ શિલ્પા શેટ્ટી ફિલ્મોમાં બહુ જોવા મળતી નથી. ત્યારે શિલ્પા સૌથી વધુ કમામી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કરે છે. શિલ્પા શેટ્ટી એક જાહેરાત માટે 1 કરોડ રૂપિયા ફી લે છે. તેમજ તે એક રિયાલિટી શોમાં જજ બનવા માટે પણ 1 કરોડ રૂપિયા લે છે.

આ સિવાય શિલ્પા શેટ્ટીની મુંબઇમાં બે મોટી રેસ્ટોરાં પણ છે, જેમાંથી તે ઘણી કમાણી કરે છે. તેની રેસ્ટોરન્ટનું નામ બેસ્ટિયન ચેઇન છે. શિલ્પા શેટ્ટીની એક ફિટનેસ એપ પણ છે. તે ફિટનેસ ફર્મની માલકિન છે. આ સાથે તે સ્પા, બાર તેમજ IPLની ટીમ રાજસ્થાન રોયલ્સની સહ-માલકિન પણ છે. મહત્વનું છે કે, શિલ્પા શેટ્ટી લકઝરી લાઇફ જીવે છે. અભિનેત્રી ઘણા આલીશાન ઘરોની માલિક છે. મુંબઇમાં જે બંગલામાં શિલ્પા શેટ્ટી પોતાના પરિવાર સાથે રહે છે તેની કિંમત આશરે 24 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો: અક્ષય કુમાર સાથે બ્રેકઅપ થયા બાદ શિલ્પા શેટ્ટી ભાંગી ગઇ હતી, જાણો શું કહ્યું અભિનેત્રીએ…

શિલ્પા શેટ્ટી પાસે દુબઇના પામ જુમેરાહમાં એક આલીશાન બંગલો પણ છે. અભિનેત્રીના કાર કલેક્શન અંગે વાત કરીએ તો તે મોંઘા વાહનોનો પણ ખુબ શોખ ધરાવે છે. તેની પાસે BMWથી લઇને લેમ્બોર્ગિનીનો સમાવેશ થાય છે. શિલ્પા શેટ્ટીએ અનેક રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે.

ગુજરાતી ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ