/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/Shraddha-Kapoor-R.jpg)
Shraddha Kapoor photo
બોલિવૂડની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ચાલુ વર્ષના ફેબ્રુઆરી માસમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 12 વર્ષ પૂર્ણ કર્યા છે. શ્રદ્ધા કપૂરે તેની 2010માં રિલીઝ પ્રથમ ફિલ્મ તીન પત્તિથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ખરેખર તો શ્રદ્ધા કપૂર 2013માં રિલીઝ થયેલી ફિલ્મ આશિકીથી ખૂબ લોકપ્રિય થઇ હતી. અભિનેત્રી શ્રદ્ધા કપૂર 12 વર્ષ પૂર્ણ કર્યાના અવસર પર કહે છે કે, આટલા વર્ષોમાં તે વિવિધ ફિલ્મોનો હિસ્સો રહી છે. જે અંતર્ગત તેણે ઘણું બધું શીખવા તેમજ અનુભવ કર્યો છે.
શ્રદ્ધા કપૂરના જીવનની મોટી શીખ
આ ઉપરાંત શ્રદ્ધા કપૂર જણાવે છે કે, એક એક્ટર તરીકે પોતાની જાતને સતત વિકસિત કરતી રહેવી એ આટલા વર્ષોમાં અનુભવેલી મારા જીવનની સૌથી મોટી શીખ છે.
સ્ત્રીના પાત્રને ફેરફાર: શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર છેલ્લે ફિલ્મ બાગી-3માં દેખાઇ હતી. ત્યારે અભિનેત્રી શ્રદ્ધા કપૂર માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ફિલ્મનો કોન્સેપ્ટ, સ્ટોરીઓ એકદમ બદલાઇ ગઇ છે. ખાસ કરીને સ્ત્રીના પાત્રને લઇને તો મોટા પ્રમાણે ફેરફાર આવ્યો છે. સ્ત્રીના પાત્રને અલગ રીતે લખાઇ છે અને સ્ક્રીન પર પણ અલગ રીતે વર્ણવામાં આવે છે.
જીવનમાં પરિવર્તન જરૂરી: શ્રદ્ધા કપૂર
હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધા કપૂરે કહ્યું હતું કે, હું હંમેશા મારી જાતને યાદ અપાવું છું કે, જીવનમાં પરિવર્તન જરૂરી છે. હું આ બોધપાઠ હંમેશા મારી જાતની નજીક રાખું છું. વધુમાં શ્રદ્ધા કપૂર કહે છે કે, એક એક્ટર તરીકે હંમેશા કંઇ નવુ શીખવું અને જીવનમાં થોડા બદલાવ અત્યંત જરૂરી છે.
હું મારી જાતને વધુ સારી બનાવવા માંગુ છું:શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર આગળ વાત કરતા કહે છે કે, હું મારી જાતને વધુ સારી બનાવવા માંગું છું. હું ગઇ કાલે જે હતી તેના કરતા પણ આજે વધુ સારી બનવાનો પ્રયત્ન કરું છું અને દુનિયાને થોડી વધુ સારી બનાવવા માંગુ છું. શ્રદ્ધા કપૂરે લોકોને ખૂબ સારો સંદેશ આપ્યો છે કે જીવનમાં મહ્દઅંશે બદલાવ જરૂરી છે. કારણ કે સતત બદલાવ વ્યકિતના જીવનનું ઘડતર કરે છે.
શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર સાથે મચવાશે ધૂમ
શ્ર્દ્ધા કપૂર ફિલ્મમાં મહિલાઓના પાત્રને લઇ પોતાનો મંતવ્ય શેર કરે છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો તે સમયની તુલનાએ આજે સ્ત્રીના પાત્રોને એટલા વિચાર અને રોકાણ સાથે લખવામાં આવતા નથી. આજે ઘણો સમય બદલાઇ ગયો છે. શ્રદ્ધા કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો શ્રદ્ધા હવે ડાયરેક્ટર લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે. ત્યારે મહ્તવની વાત એ છે કે અભિનેત્રી રણબીર કપૂર સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us