બોલિવૂડની ‘બાર્બી ડોલ’ તરીકે ખ્યાતિ ધરાવનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો આજે 3 માર્ચના રોજ છે. લીજેન્ડ્રી સ્ટાર શક્તિ કપૂરની દીકરી હોવા છતાં શ્રદ્ધા કપૂરને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રીની વાત માનીએ તો ફિલ્મોમાં નિષ્ફળતાના કારણે એક સમયે તેણે મોટા પ્રોજેક્ટ્સ પણ ગુમાવી દીધા હતા. તેની સાથે જ તેમને એવી ફિલ્મોની પણ ઓફર કરવામાં આવી હતી જે તે કરવા માંગતી નહોતી.
આશિકી 2’ થી લોકપ્રિય બનેલી શ્રદ્ધા કપૂરે ફિલ્મ ‘તીન પત્તી’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં હતા. તેમ છતાં ફિલ્મ ‘તીન પત્તી’ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.જેનો માર શ્રદ્ધાને સહન કરવો પડ્યો હતો.‘તીન પત્તી’ ફ્લોપ થયા બાદ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘માય ફ્રેન્ડ પિન્ટો’ શ્રદ્ધાના હાથમાંથી નીકળી ગઈ હતી. એટલું જ નહીં ત્યાર બાદ શ્રદ્ધાને એક જાણીતા ફિલ્મમેકર દ્વારા એક કામુક ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, જેના કારણે અભિનેત્રી સંપૂર્ણપણે મૂંઝવણમાં આવી ગઈ હતી.
શ્રદ્ધા સમજી શકતી નહોતી કે,આ ફિલ્મમેકરે કેવી રીતે કહ્યું કે, તે ઈરોટિક ફિલ્મો કરવા ઈચ્છે છે. ત્યાર બાદ તેમણે ફિલ્મમેકરને પોતાનો ઈરાદો જણાવ્યો હતો. જ્યારે આ મામલામાં શ્રદ્ધા કપૂરે જણાવ્યું કે, ‘તીન પત્તી’ની રિલીઝ પહેલા, મેં ‘માય ફ્રેન્ડ પિન્ટુ’ માટે ઓડિશન આપ્યું હતું, હું આ પ્રોજેક્ટમાં કોઈપણ કિંમતે કામ કરવા ઈચ્છતી નથી, મેં તેના માટે મારા દિવસ-રાત આપ્યા હતા. તેમ છતાં જ્યારે મને ફોન આવ્યો કે, તમારી જગ્યાએ બીજા કોઈને કાસ્ટ કરવામાં આવી છે ત્યારે હું ત્રણ દિવસ સુધી મારા રૂમમાં રડતી રહી હતી.
હાલ શ્રદ્ધા કપૂર તેની રણવીર કપૂર સાથેની આગામી ફિલ્મ ‘તુ જુઠી મેં મકાર’ને કારણે ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ 7 માર્ચે હોળીના દિવસે રિલીઝ થશે. આ પહેલા રણવીર-શ્રદ્ધાની આ ફિલ્મ 8 માર્ચે રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મ નિર્માતાઓ હોળીના પર્વનો પૂરો ફાયદો ઉઠાવવા માંગે છે. તેથી ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરાયો છે.
લવ રંજનની આ ફિલ્મમાં બંને કલાકાર લવ અને કોમેડીનો તડકો લગાવતા જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર મસ્તીથી ભરપૂર જોવા મળી રહ્યું છે. રણબીર અને શ્રદ્ધા બંને પોતાની ભૂમિકામાં જામી રહ્યા છે. બંનેનો મસ્તીખોર અંદાજ બતાવી રહ્યો છે કે ફિલ્મમાં ખૂબ જ ફન છે. ત્યારે ફિલ્મમાં એક સરપ્રાઈઝ એલિમેન્ટ પણ છે અને તે બોની કપૂર છે. ફિલ્મ મેકર બોની કપૂર પ્રથમ વખત આ ફિલ્મના માધ્યમથી અભિનયની શરૂઆત કરી રહ્યા છે.
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર માટે આ ફિલ્મ અનેક રીતે મહત્વની છે. આ પ્રથમ તક છે જ્યારે બંને ફિલ્મી પડદે સાથે જોવા મળશે. જો કે બંને કલાકાર બાળપણથી એકબીજાને ઓળખે છે. બંનેની વચ્ચે સારી બોન્ડિંગ છે જે ટ્રેલરમાં જોવા મળી રહી છે. બંનેના પિતા ઋષિ અને શક્તિ કપૂર પણ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આવામાં ચાહકો માટે આ સ્ટાર કિડસને સાથે જોવું ખૂબ જ ખાસ હશે.