Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર સ્ક્રીન લોન્ચ કરશે, તેના પ્રથમ ડિજિટલ કવરનો ચહેરો હશે

Shraddha Kapoor Screen Launch: સ્ક્રીન 1949 થી ભારતીય મનોરંજનમાં એક અગ્રણી સ્થાન ધરાવે છે. દાયકાઓથી ભારતીય ફિલ્મ ઉદ્યોગને નજીકથી આવરી લેતું મેગેઝિન હવે નવા અવતારમાં પરત આવી રહ્યું છે.

Written by Ajay Saroya
October 18, 2024 09:28 IST
Shraddha Kapoor: શ્રદ્ધા કપૂર સ્ક્રીન લોન્ચ કરશે, તેના પ્રથમ ડિજિટલ કવરનો ચહેરો હશે
Shraddha Kapoor: બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સ્ત્રી 2 મૂવી સુપરહીટ થઇ છે. (Photo: @shraddhakapoor)

Shraddha Kapoor Screen Launch: બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર શુક્રવારે ધ ઇન્ડિયન એક્સપ્રેસના આઇકોનિક ફિલ્મ મેગેઝિન સ્ક્રીન લોન્ચ કરવાના છે. 11 વર્ષ બાદ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા ફરી સ્ક્રીન મેગેઝિનની શરૂઆત કરવામાં આવી રહી છે. તે સ્ત્રી 2 સ્ટાર શ્રદ્ધા કપૂરના પ્રથમ ડિજિટલ કવર સાથે શરૂ થશે.

વરલીની ફોર સીઝન્સ હોટેલમાં આયોજિત આ કાર્યક્રમમાં ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાણી અને અભિનેતા વિક્રાંત મેસી અને વિજય વર્મા સહિત હિન્દી ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરા હાજરી આપશે.

1949 થી ભારતીય મનોરંજનમાં સ્ક્રીન એક અગ્રણી મેગેઝિન છે. દાયકાઓથી ભારતીય ફિલ્મ ઉદ્યોગને નજીકથી આવરી લેતું મેગેઝિન હવે નવા અવતારમાં પાછું આવી રહ્યું છે.

ડિજિટલ કવરના લોન્ચ પછી આ ઇવેન્ટમાં બે પેનલ ડિસ્ક્શનનું આયોજન કરવામાં આવશે. ‘સ્ક્રીન લાઈવ’માં શ્રદ્ધા કપૂર મુખ્ય મહેમાન હશે, જેમા તે પોતાના જીવન, કરિયર અને સ્ટારડમ વિશે ચર્ચા કરે છે, ખાસ કરીને સ્ત્રી 2ની સફળતા પછી, હોરર-કોમેડી જેણે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો.

શ્રદ્ધા કપૂર ધી ઈન્ડિયન એક્સપ્રેસના એન્ટરટેઈનમેન્ટ એડિટર જ્યોતિ શર્મા બાવા સાથે વાતચીત કરશે, ત્યાર પછી ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા દ્વારા ખાસ સેશન હોસ્ટ કરવામાં આવશે. જેમાં શ્રોતાઓના પ્રશ્ન-જવાબ સાથે સેશન સમાપ્ત થશે.

આ લોન્ચ ઇવેન્ટની – ixigo દ્વારા પ્રસ્તુતી – ત્યાર પછી ‘Creator x Creator’ સેશન થશે, જેમાં રાજકુમાર હિરાણી સાથે વાર્તાલાપ કરવામાં આવશે, જેમણે મુન્નાભાઈ MBBS, 3 ઈડિયટ્સ અને શાહરૂખ ખાન સ્ટારર ડંકી, 12મી ફેઈલ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી છે. ઉપરાંત એક્ટર વિક્રાંત મેસી અને વિજય વર્મા, જેઓ તાજેતરમાં Netflix ના IC 814 માં જોવા મળ્યા હતા. આ ત્રણેય સેલિબ્રિટ તેમની આર્ટ, ફિલસૂફી, પ્રક્રિયા અને કરિયર વિશે વાત કરશે. આ સેશનમાં તેમની સાથે ધ ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપના ફિલ્મ ક્રિટિક શુભ્રા ગુપ્તા વાર્તાલાપ કરશે.

સ્ક્રીન લોન્ચ સાથે, ધ ઈન્ડિયન એક્સપ્રેસનું એન્ટરટેનમેન્ટ સેગમેન્ટ જે વેબસાઈટ પર દર મહિને 20 મિલિયનથી 45 મિલિયન યુનિટ યુઝર્સને સતત આકર્ષે છે, તેને હવે સ્ક્રીન તરીકે રિબ્રાન્ડ કરવામાં આવશે અને તે ભારતીય ફિલ્મ ઉદ્યોગનું કટિંગ એજ કવરેજ આપવાનું ચાલુ રાખશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ