Shriya Saran Net Worth : સાઉથની સૌથી મોંધી સ્ટાર શ્રિયા સરન એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ, જાણો એક્ટ્રેસની નેટવર્થ

Shriya Saran Birthday : શ્રિયા સરનને (Shriya Saran) આજે કોઈ પરિચયની જરૂર નથી. તે બોલિવૂડ અભિનેત્રી અને મોડલ છે. શ્રિયા હિન્દી સહિત કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ સક્રિય છે. શ્રિયા સરન આજે 11 સપ્ટેમ્બરના રોજ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.

Written by mansi bhuva
September 11, 2023 07:30 IST
Shriya Saran Net Worth : સાઉથની સૌથી મોંધી સ્ટાર શ્રિયા સરન એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ, જાણો એક્ટ્રેસની નેટવર્થ
Shriya Saran : શ્રિયા સરન ફાઇલ તસવીર

Shriya Saran Net Worth : શ્રિયા સરનને (Shriya Saran) આજે કોઈ પરિચયની જરૂર નથી. તે બોલિવૂડ અભિનેત્રી અને મોડલ છે. શ્રિયા હિન્દી સહિત કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ સક્રિય છે. તે જ સમયે, શ્રિયા બોલિવૂડની અગ્રણી અભિનેત્રીઓમાંની એક છે. શ્રિયા સરન આજે 11 સપ્ટેમ્બરના રોજ પોતાનો 38મો બર્થડે પરિવાર સાથે સેલિબ્રેટ કરી રહી છે. શ્રિયા સરન પ્રતિભાશાળી અભિનેત્રીની સાથે અદ્ભૂત ડાન્સર પણ છે. શ્રિયા સરનના 38માં જ્ન્મદિવસના ખાસ પ્રસંગ પર એક્ટ્રેસના જીવનની રોમાચિંત વાતો પર નજર કરીએ.

શ્રિયા સરનનો જન્મ 11 સપ્ટેમ્બર 1982ના રોજ ઉત્તરાખંડના હરિદ્વારમાં થયો હતો. તેમના પિતાનું નામ પુષ્પેન્દ્ર સરન છે, જેઓ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડમાં કામ કરે છે અને તેમની માતાનું નામ નીરજા સરન છે, જેઓ દિલ્હી પબ્લિક સ્કૂલમાં કેમેસ્ટ્રીના શિક્ષક છે. શ્રિયાને એક ભાઈ પણ છે, તેનું નામ અભિરૂપ છે.

શ્રિયાનું આખું બાળપણ હરિદ્વારમાં વીત્યું. શ્રિયાએ તેનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ, રાનીપુર અને હરિદ્વારમાંથી પૂર્ણ કર્યું. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, શ્રિયા દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાંથી સાહિત્યમાં સ્નાતક થઇ. કારણ કે શ્રિયાની માતા શિક્ષક હોવા ઉપરાંત એક સારી કથક નૃત્યાંગના પણ છે, તેણે તેની માતા પાસેથી કથક નૃત્ય અને રાજસ્થાની લોકનૃત્ય શીખ્યા છે.

શ્રિયા સરને વર્ષ 2003માં ફિલ્મ ‘તુઝે મેરી કસમ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા જોવા મળ્યા હતા. તે દક્ષિણ ભારતની ટોચની અભિનેત્રી હતી, પરંતુ તે ફિલ્મ ‘શિવાજી ધ બોસ’માં રજની કાંતની સામે દેખાઈ તે પછી તે એક નેશન ફિગર બની ગઈ. હાલમાં જ તે રાજામૌલીની ફિલ્મ ‘RRR’માં જોવા મળી હતી.

શ્રિયા સરનને બોલિવૂડમાં અજય દેવગણની સુપરહિટ ફિલ્મ દ્રશ્યમમાં શાનદાર પર્ફોમન્સ આપ્યા પછી સાચી ઓળખ મળી હતી. આ પછી તે વધુ લાઇમલાઇટમાં રહેવા લાગી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રિયા એક ફિલ્મમાં કામ કરવા માટે કરોડોની ફી લે છે.

રાજામૌલીની RRRની સફળતા બાદ શ્રિયાએ પોતાની ફી વધારી દીધી છે. તે હવે એક ફિલ્મ દીઠ 3-4 કરોડ રૂપિયા લે છે. 2022માં શ્રિયાની કુલ સંપત્તિ 75 કરોડ રૂપિયાની આસપાસ હતી.

આ પણ વાંચો : Jawan Box Office Collection 3 Day : શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મનો નવો રેકોર્ડ, ત્રણ દિવસમાં કરી આટલા કરોડની કમાણી

ફિલ્મો ઉપરાંત, શ્રિયા સરન આર ફોર રેબિટ, સેમસંગ, ધ સ્વર્વ અને અન્ય ઘણી મોટી બ્રાન્ડ્સનું સમર્થન કરીને ઘણી કમાણી કરે છે. આ સાથે અભિનેત્રી પાસે બીજી ઘણી પ્રોપર્ટી પણ છે. શ્રિયા છેલ્લે અજય દેવગન, અક્ષય ખન્ના, તબ્બુ સાથે ફિલ્મ ‘દ્રશ્યમ 2’માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ