Sidharth Malhotra and Kiaara Advani Wedding : બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. સિદ્ધાર્થ અને કિયારાએ જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં લગ્નના સાત ફેરા લીધા છે. લગ્ન પછી બન્નેની પ્રથમ તસવીર સામે આવી છે. સિદ્ધાર્થ અને કિયારાએ પોતાના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં બન્ને ઘણા જ ખુશ જોવા મળી રહ્યા છે.
કિયારાએ પાઉડર પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ ગોલ્ડન શેરવાની પહેરી હતી. સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પોસ્ટ કરીને લખ્યું કે અમારી પરમેનેન્ટ બુકિંગ થઇ ગઇ. આ સાથે પ્રશંસકો પાસે નવા સફરના આશીર્વાદ પણ માંગ્યા છે.
આ સેલિબ્રિટી રહ્યા હાજર
સંગીત સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા માટે શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં ઉપરાંત કરણ જોહર ગઈકાલે જ જેસલમેર પહોંચી ગયા હતા. રવિવારે રાતે ઈશા અંબાણી તેના પતિ સાથે પહોંચી હતી. આકાશ અને શ્લોકા પણ લગ્નમાં ભાગ લેવા જેસલમેર પહોંચ્યાં હતાં. ઈશા અને કિયારા સ્કૂલ ફ્રેન્ડ હોવાથી ઈશાને કિયારાના લગ્ન માટે સવિશેષ ઉમંગ છે.
આ પણ વાંચો – કંગના રનૌતે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પર જાસૂસીનો આરોપ લગાવ્યો, ઇન્સ્ટા સ્ટોરીમાં આ મોટો દાવો
જુહી ચાવલા પણ લગ્નમાં સામેલ થવા માટે જેસલમેર પહોંચી હતી. જુહી ચાવલા અને કિયારાના પિતા બાળપણનાં મિત્રો છે અને તેમના વચ્ચે પારિવારિક સંબંધો છે.
કિયારા સિદ્ધાર્થ માટે શુકનિયાળ પુરવાર થશે
યુગલનાં લગ્ન જીવન વિશે આગાહીઓ પણ થવા લાગી છે. એક ટેરોટ કાર્ડ રિડરની આગાહી મુજબ કિયારા સિદ્ધાર્થ માટે શુકનિયાળ પુરવાર થશે. લગ્ન બાદ સિદ્ધાર્થની કેરિયર આગળ ધપશે. સિદ્ધાર્થ લગ્ન બાદ ફિલ્મ નિર્માણમાં પણ ઝંપલાવશે. કિયારા બહુ જ સુશીલ અને ગુણકારી પત્ની સાબિત થશે. કિયારા લગ્નના બે વર્ષમાં માતા બનશે એવી આગાહી કરવામાં આવી છે.