Sidharth Kiara Wedding: નવદંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સી-ફેસિંગ બંગલામાં પોતાના સપનાની દુનિયા બનાવશે, જાણો બંગલાની કિંમત

Sidharth Kiara Wedding Photos: બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ સૂર્યગઢ પેલેસ ખાતે ગઇકાલે 7 ફેબ્રુઆરીના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. આ કપલની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

Written by mansi bhuva
Updated : February 10, 2023 21:14 IST
Sidharth Kiara Wedding: નવદંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સી-ફેસિંગ બંગલામાં પોતાના સપનાની દુનિયા બનાવશે, જાણો બંગલાની કિંમત
Sidharth malhotra kiara advani wedding photo, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્ન

બોલિવૂડનુ લવેબલ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ગઇકાલે 7 ફેબ્રુઆરીએ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઇ ગયા છે. જેસલપુરના સૂર્યગઢ ખાતે તેમના ભવ્યતિભવ્ય લગ્ન યોજાયા હતા. સૂર્યગઢ પેલેસને સિદ્ધાર્થ-કિયારાના લગ્ન માટે દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન | Kiara Advani Sidharth Malhotra Wedding photos

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની લગ્ન વિધિ સંપન્ન થયા બાદ તેમની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં સિદ્ધ કિયારા એકસાથે ખુબ જ સુંદર લાગી રહ્યા છે. આ સ્ટાર જોડીના ચાહકો પણ તેમને એકસાથે જોવા માટે ખુબ જ આતુર હતા. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોમાં સિદ્ધાર્થ કિયારાને કિસ કરતો નજર આવે છે. કપલની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખલબલી મચાવી દીધી છે. ચોતરફ સિદ્ધ-કિયારાની જ ચર્ચા થઇ રહી છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન | Kiara Advani Sidharth Malhotra Wedding photos

પ્રાપ્ત વિગતો અનુસાર, અભિનેતાએ તેની ભાવિ પત્ની માટે કંઈક વિશેષ આયોજન કર્યું હોય તેવું લાગે છે. અભિનેતા હાલમાં પાલી હિલના બાન્દ્રાના આલીશાન પડોશમાં એક ભવ્ય એપાર્ટમેન્ટમાં રહે છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી  લગ્ન | Kiara Advani Sidharth Malhotra Wedding photos

મીડિયા અહેવાલ અનુસાર “સિદ્ધાર્થ તેના બાંદ્રા પેડની જેમ જ સમુદ્ર તરફનું ઘર રાખવા માટે ઉત્સુક છે, જે તેને અરબી સમુદ્રનો અપ્રતિબંધિત દૃશ્ય પ્રદાન કરે છે.” અહેવાલો સૂચવે છે તેમ, સ્ટારની નજર ઉંટઙઉ સ્કીમના બંગલા પર છે. તે ઉંટઙઉના સિક્સ્થ રોડ પર 3,500 ચોરસ ફૂટની વિશાળ મિલકત છે.

“પ્રોપર્ટીની કિંમત રૂ. 70 કરોડની છે. જો કે, સિદ્ધાર્થ એકને પસંદ કરતા પહેલા બધા શોર્ટલિસ્ટ કરાયેલા ઘરોની ફરી તપાસ કરશે, જોકે આ બંગલો તેમને ખૂબ જ પસંદ હોવાનું જાણવા મળી રહ્યું છે. નવદંપતી તેમના સપનાનો બંગલો તૈયાર ન થાય ત્યાં સુધી તેમના પાલી હિલના ઘરમાં જશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ