દિવગંત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા ઉર્ફ શુભદિપ સિંહ સિદ્ધૂના ગીતોના લોકો દિવાના છે. સિંગરના ફેન્સ માત્ર પંજાબમાં જ નહીં દેશભરમાં ફેલાયેલા છે. આજે ભલે તે આપણી વચ્ચે નથી પરંતુ તેના ગીતોની પોપ્યુલારિટી આજે પણ ઓછી નથી થઇ. આ વાતની સાબિતી આજે 7 એપ્રિલે રિલીઝ થયેલું તેનું નવું ગીત આપે છે. તેમના ચાહકોમાં એક અલગ ઉત્સાહ સાથે તેમને યાદ પણ કરવા લાગ્યા છે. સિદ્ધૂનું આજે રિલીઝ થેયેલું ‘મેરા નામ’ ગીતને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ ગીત રિલીઝ થતાની જ સાથે જ એક રેકોર્ડ નોંધાવ્યો છે. આ નવા ગીતમાં ગ્રેમી એવોર્ડ વિનર નાઈજિરિયન રૈપર બરના બોયે પણ ગાયું છે.
આ ગીતને યુટ્યુબ પર રિલીઝ થતા જ રેકોર્ડતોડ વ્યૂઝ મળી ચૂક્યા છે. રિલીઝ થયાના અડધા કલાકમાં દોઢ મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીતનો વીડિયો ખુબ જ મોટિવેશનલ છે. મૂસેવાલાના નિધન બાદ તેનું આ ત્રીજું ગીત રિલીઝ થયું છે. આ પહેલા તેના ‘એસ.વાઇ એલ’ અને ‘વાર’ રિલીઝ થયું છે. આ બંને ગીત પર દર્શકોએ ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો. જો કે ‘એસ.વાઇ એલ’ ગીતને ભારત સરકારને યુટ્યુબ પર બેન કરી દીધું હતું.
સિદ્ધૂ મૂસેવાલના નવા ગીતને માત્ર બે કલાકમાં તો 3 મિલિયનથી વધુ લોકોએ જોયું. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સિદ્ધૂ મૂસેવાલાની ગાડી ઉપર ફાયરિંગ કરીને તેમની હત્યા કરી દેવાઈ હતી. 28 વર્ષીય સિંગરની હત્યાથી સન્નાટો છવાઈ ગયો હતો. તો પુત્રની અચાનક વિદાયના ગમથી તૂટી ચૂકેલા મૂસેવાલાના પિતાએ આવનારા કેટલાય સમય સુધી તેના ગીત રિલીઝ કરતા રહેવાનું જાહેર કર્યું હતું.