Video: સિદ્ધુ મૂસેવાલાના નાના ભાઈની અન્નપ્રાશન વિધિ, 8 મહિનાના શુભદીપનો વીડિયો આવ્યો સામે

સિદ્ધુ મૂસેવાલાના નાના ભાઈનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેની અન્નપ્રાશનની વિધિ થઈ રહી છે. શુભદીપનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Written by Rakesh Parmar
November 10, 2024 16:54 IST
Video: સિદ્ધુ મૂસેવાલાના નાના ભાઈની અન્નપ્રાશન વિધિ, 8 મહિનાના શુભદીપનો વીડિયો આવ્યો સામે
સિદ્ધુ મૂસેવાલાનો નાનો ભાઈ (Photo- Insta Scrab)

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના અવસાન બાદ માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. તેના પુત્રના મૃત્યુના થોડા સમય પછી તેમણે તેમના નાના પુત્ર શુભદીપને દુનિયા સાથે પરિચય કરાવ્યો હતો. શુભદીપને છોટા સિદ્ધુ મુસેવાલા કહેવામાં આવે છે. તે જન્મથી જ આ નામથી પ્રખ્યાત છે. આવામાં જન્મના 8 મહિના પછી જ બલકૌર સિંહે તેમના નાના પુત્રનો ચહેરો બતાવ્યો છે. શુભદીપનો ચહેરો જોઈને ચાહકો તેને પ્રેમ કરતા રોકી શક્યા ન હતા. આવામાં હવે સિદ્ધુ મૂસેવાલાના નાના ભાઈનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેની અન્નપ્રાશનની વિધિ થઈ રહી છે. શુભદીપનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે શુભદીપને તેના પિતા અને માતાએ સ્ટૂલ પર બેસાડ્યો છે. અન્નપ્રાશનની વિધિ પૂર્ણ કરતી વખતે ઘરે લોકો એક પછી એક ખાવાનું ટેસ્ટ કરી રહ્યા છે. દરેક જણ ખૂબ વ્હાલ કરી રહ્યા છે અને તેને ભેટી રહ્યા છે. શુભદીપની સામે થાળીમાં મીઠાઈ, દૂધ અને અન્ય ખાદ્યપદાર્થો રાખવામાં આવ્યા છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ સિદ્ધુ મૂસેવાલાને યાદ કરી રહ્યા છે અને ભાવુક થઈ ગયા છે.

એટલું જ નહીં ફેન્સ નાના સિદ્ધુના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે. સાથે જ ખરાબ નજરથી બચવાની કામના પણ કરી રહ્યા છે. આ સાથે ઘણા ફેન્સ તેની તુલના સિદ્ધુ મૂસેવાલા સાથે કરી રહ્યા છે કે તે બિલકુલ સિંગર જેવો જ દેખાય છે.

સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ અને ગોલ્ડી બ્રાર ગેંગે ફેસબુક પોસ્ટ દ્વારા લીધી હતી. ગાયકના મૃત્યુની યોજના ઘણા સમયથી ચાલી રહી હતી. જે 29 મે, 2022 ના રોજ કરવામાં આવી હતી. સિદ્ધુના મૃત્યુ બાદ પરિવાર વેરાન થઈ ગયો હતો. આ હત્યાકાંડના 22 મહિના પછી બલકૌર સિંહ શુભદીપના પિતા બન્યા. સિદ્ધુ મૂસેવાલાની માતાએ 58 વર્ષની ઉંમરે શુભદીપને જન્મ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે ગઈકાલે જ બલકૌર સિંહે તેમના નાના પુત્ર શુભદીપની પહેલી ઝલક બતાવી હતી. જેને જોઈને લોકો તેની તુલના સિદ્ધુ મૂસેવાલા સાથે કરવા લાગ્યા હતા. બધા કહે છે કે તે બિલકુલ તેના મોટા ભાઈ જેવો દેખાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ