Sikandar box office collection day 1: સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ સિકંદર ઇદના એક દિવસ પહેલા રવિવારે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જોકે બોક્સ ઓફિસ પર સિંકદર પહેલા દિવસે મુકંદર બનવામાં નબળી સાબિત થઇ છે. આ દિવસે 40-45 કરોડ રૂપિયાના કલેક્શનનો અંદાજ હતો, પરંતુ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી નથી.
સેકનિલ્કના મતે, સિકંદરે ભારતમાં પહેલા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો છે કે ફિલ્મે ભારતમાં 30.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને રવિવારે તેની વિશ્વ વ્યાપી ઓપનિંગ 54 કરોડ રૂપિયા છે.
સલમાન ખાનની સિકંદર ફિલ્મએ તેની અન્ય ફિલ્મો કરતાં સૌથી ઓછું ઓપનિંગ કર્યું છે, સિવાય કે તેની છેલ્લી રિલીઝ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ એ પહેલા દિવસે માત્ર 13.5 કરોડ રૂપિયા અને ‘રાધે’ એ 4.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેની સરખામણીમાં, તેની પાછલી ફિલ્મોએ સારું પ્રદર્શન કર્યું છે.
સલમાન ખાનની ફિલ્મોની વાત કરીએ તો ટાઇગર ઝિંદા હૈ 34.10 કરોડ રૂપિયા, બજરંગી ભાઈજાન 27.25 કરોડ રૂપિયા, સુલ્તાન 36.54 કરોડ રૂપિયા, કિક 26.40 કરોડ રૂપિયા, ભારત 42.30 કરોડ રૂપિયા, પ્રેમ રતન ધન પાયો 40.35 કરોડ રૂપિયા અને એક થા ટાઈગર 32.93 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
સિકંદર ઓનલાઇન લીક થતાં નુકસાન?
સલમાન ખાનની છેલ્લી રિલીઝ થયેલ ટાઇગર ૩ એ પણ 44.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જોકે, સિકંદરે 2012 માં રિલીઝ થયેલ તેની ફિલ્મ દબંગ 2 ના પહેલા દિવસના 21.10 કરોડ રૂપિયાના કલેક્શનને પાછળ છોડી દીધું છે.





