Sikandar Box Office Collection Day 4 | સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ સિકંદર ઈદના આગલા દિવસે 30 માર્ચે રિલીઝ થઇ હતી, મુવી રિલીઝ થયાના ચાર દિવસ થઇ ગયા છે. ફિલ્મ એઆર મુરુગદાસ દ્વારા દિગ્દર્શિત છે રશ્મિકા મંદાના (Rashmika Mandanna), શરમન જોશી, કાજલ અગ્રવાલ અને સત્યરાજ પણ મુખ્ય ભૂમિકામાં છે.
સિકંદર સલમાન ખાન (Sikander Salman Khan)
સિકંદર ફિલ્મ સલમાન ખાન ની 2023ની ફિલ્મ ટાઇગર 3 પછી મોટા પડદા પર વાપસી કરી હતી. જોકે, અભિનેતાની વાપસી બોક્સ ઓફિસ પર ખાસ અસર કરી શકી નહીં, કારણ કે ફિલ્મના કલેક્શનમાં સતત ઘટાડો જોવા મળ્યો. ઇન્ડસ્ટ્રી ટ્રેકર સકનિલ્કના મતે ચોથા દિવસે તેમાં 50% નો ઘટાડો થયો હતો.
સિકંદર બોક્સ ઓફિસ કલેક્શન (Sikandar Box Office Collection)
સિકંદર ફિલ્મએ પહેલા દિવસે 26 કરોડ રૂપિયા કમાણી કરી હતી ત્યારબાદ ઈદના પહેલા સોમવારે 29 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે તેમાં લગભગ ૩૩%નો ઘટાડો થયો હતો અને 19.5 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. બુધવારે, ફિલ્મે 9.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને સમગ્ર ભારતમાં શો 8000 થી ઘટાડીને 7000 કરવામાં આવ્યા હતા. સેકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ સિકંદરની હાલની કુલ કમાણી 84.25 કરોડ રૂપિયા છે.
સિકંદર રિલીઝના ચોથા દિવસે ફક્ત 12.08 % ઓક્યુપન્સી જોવા મળી હતી, જે રિલીઝના દિવસે 21.6% હતી. બે વર્ષ પહેલાં ‘ટાઈગર ૩’ પછી સલમાન ખાનની રવિવારે રિલીઝની રણનીતિ આ બીજી વખત નિષ્ફળ ગઈ હોય તેવું લાગે છે. બંનેમાંથી કોઈ પણ ફિલ્મ ચાહકોની અપેક્ષાઓ પૂરી કરી શકી નહીં, બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: Sikandar box office collection: સલમાન ખાનની સિકંદર બોક્સ ઓફિસ પર પહેલા દિવસે મુકંદર ન બની શકી
સિકંદરના નબળા પરફોર્મન્સને કારણે ભારતભરના ઘણા થિયેટર માલિકોએ ફિલ્મને દૂર કરી દીધી છે અથવા તેને અન્ય પ્રાદેશિક ફિલ્મો સાથે બદલી નાખી છે. સિકંદરના રિલીઝના દિવસે 8000 થી વધુ શો હતા. જોકે, ચોથા દિવસે શોની સંખ્યા 7000 જેટલી ઓછી થઈ ગઈ છે.
સિકંદર ફિલ્મને નકારાત્મક સમીક્ષાઓ અને મિશ્ર શબ્દોનો સામનો કરવો પડ્યો, જેના કારણે થિયેટરોમાં ફિલ્મ જોવાની સંખ્યા પર અસર પડી. જોકે, આ ફિલ્મ બે દિવસમાં 100 રૂપિયાનો આંકડો પાર કરી લેશે. તે 200 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી હોવાનું કહેવાય છે.





