બોલિવૂડના મેગાસ્ટાર મનોજ બાજપેયી ટૂંક સમયમાં ડિરેકટર અપૂર્વ સિંહ કાર્કીની આગામી ફિલ્મ ‘એક બંદા કાફી હૈ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ એડવોકેટ પીસી સોલંકીની ભૂમિકા ભજવતા જોવા મળશે. ત્યારે ફિલ્મ નિર્માતા અપૂર્વ સિંહ કાર્કીએ મનોજ બાજેપીયી સાથેના તેમના અનુભવ અંગે ખાસ વાત કરી છે. મહત્વનું છે કે, મનોજ બાજપેયી શાનદાર એક્ટર છે. અભિનયની દુનિયામાં આજે તેઓ મોટું નામ ધરાવે છે. મનોજ બાજપેયીએ આ નામ અને આદર કમાવવા માટે પ્રારંભિક સમયમાં ઘણો સંઘર્ષ કર્યો છે.
એક બંદા કાફી હૈના નિર્માતા અપૂર્વ સિંહે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેઓએ જોધપુરમાં શૂટ કરવામાં આવેલા દિવસને યાદ કરતા જણાવ્યું હતું કે, ફિલ્મમાં એક એવો શોટ છે જેમાં મનોજ બાજપેયીનું દિવ્ય પ્રદર્શન છે, જે ખુબ જ પ્રેરણાદાયી લાગ્યુ. આ ફિલ્મમાં બે પાત્રો માટે ખુબ જ સંવેદનશીલ સમય હોય છે. એક બાળક જે તણાવમાં હોય છે કારણ કે તે બાળક માટે પ્રતિદિન કોર્ટમાં સુનાવણી માટે આવવું એ કઠિન યાત્રા હતી. તેથી ફિલ્મમાં એક બિંદુ આવે છે જે કહે છે કે, તેઓ ખુબ જ તણાવમાં છે અને આત્મહત્યા કરવાનું વિચારી રહી છે. આ પછી મનોજ બાજપેયી મહાદેવનું નામ લે છે અને બિંદુને ચિંતા ના કરવા કહે છે.
અપૂર્વએ વધુમાં કહ્યું કે, ફિલ્મના શૂંટિગ સમયે મનોજ બાજપેયી મોટા અવાજે હર હર મહાદેવ બોલ્યા. ત્યારે અમારા બધા દંગ રહી ગયા હતા. ત્યારે મને લાગે છે કે, જ્યારે તમે ફિલ્મ જોશો તો તે સીન દર્શકોના મનમાં લાંબા સમય માટે રહશે.
આ સાથે અપૂર્વએ જણાવ્યું હતું કે, આ ફિલ્મને કાનૂની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે તેને આસારામ બાપુ દ્વારા નોટિસ મોકલી હતી, જે હાલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. આસારામ દ્વારા મોકલવામાં આવેલી નોટીસમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે ફિલ્મને તેમના પ્રત્યે અત્યંત વાંધાજનક અને અપમાનત ગણાવી છે. જે તેમની પ્રતિષ્ઠાને કલંકિત અને તેમના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. આ અંગે અપૂર્વા જણાવ્યું હતું કે, તેણે 6-8 મહિના માત્ર રિસર્ચ અને ફિલ્મ લખવામાં અને તમામ પડકારોને પાર કરવામાં વિતાવ્યા.
આ ઉપરાંત નિર્માતાએ જણાવ્યું કે, “આ કહાની પહેલેથી જ પબ્લિક ડોમેનમાં હતી. જ્યારે કહાની અમારી પાસે આવી ત્યારે અમે પી.સી. સોલંકી સાથે ઘણો સમય વિતાવ્યો, જેમના પાત્ર પર આ ફિલ્મ આધારિત છે. તેણે તેના પર 6-8 મહિના વિતાવ્યા અને અમે ઘણું સંશોધન કર્યું. , અમારી પાસે તેમના અધિકારો હતા, મને લાગે છે કે સૌથી મોટો પડકાર સંશોધન હતો.
દિગ્દર્શકે વધુમાં ઉમેર્યું, “તેથી, સારી સ્ક્રિપ્ટ લખવા માટે પહેલા ઘણી મહેનત કરવી પડી કારણ કે જ્યારે તમે આવી વાર્તા સાથે આવો છો, ત્યારે સૌથી મોટો પડકાર વાસ્તવિકતા અને મનોરંજનને સાથે લાવવાનો હોય છે. અમારે દર્શકોનું મનોરંજન એ રીતે કરવાનું છે કે અમારો સંદેશ લોકો સુધી પહોંચે. સુપરણ (વર્મા), વિનોદ (ભાનુશાલી) સર અને દીપક (કિંગરાણી)ની મદદથી અમે એક સરસ સ્ક્રિપ્ટ તૈયાર કરી શક્યા. એકવાર તે થઈ જાય પછી વાંચવાની નિયમિત પ્રક્રિયા હોય છે અને અમે મનોજ સર સાથે ચર્ચા કરી.
આ પણ વાંચો: G20 સમિટમાં રામચરણે દક્ષિણ કોરિયાના રાજદૂતને શીખવ્યા નાટૂ-નાટૂ ગીતના હૂક સ્ટેપ
જો તમે એક એવી ફિલ્મ જોવા માગો છો કે જેમાં ખૂબ જ સરસ વાર્તા અને એક્ટિંગ હોય તો ચોક્કસપણે આ ફિલ્મ સિર્ફ એક બંદા કાફી હે જોઈ શકો છો. મનોજ બાજપેયી સ્ટારર આ ફિલ્મ આજે 23 મેના રોજ ઓટીટી પ્લેટફોર્મ ZEE 5 પર રિલીઝ થવાની છે.