Akshay Kumar Sky force movie: સ્કાય ફોર્સ ફિલ્મ ભારતીય વાયુસેનાની બહાદુરી અને દેશભક્તિના પરાક્રમને ઉજાગર કરતી સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મ 1965ના યુદ્ધ દરમિયાન ભારતના પ્રથમ અને સૌથી ઘાતક હવાઈ હુમલાની અસરકારક કથાને દર્શાવે છે. જો કે, આ ફિલ્મ કોઈ એક અધિકારીના જીવન પર નહીં, પરંતુ સમૂહ સાહસ અને વાયુસેનાના શૌર્ય પર કેન્દ્રિત છે.
સ્કાય ફોર્સ રિલીઝ ડેટ
સ્કાય ફોર્સ ફિલ્મની વાર્તા 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયની છે. ભારતીય સેના દ્વારા આ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના એરબેઝ પર ભારતે કરેલા ઘાતક હવાઈ હુમલાની આસપાસ ફરે છે,જે ભારતીય વાયુસેનાની બહાદુરી અને દેશભક્તિને ઉજાગર કરે છે. અક્ષય કુમારની વર્ષ 2025 ની પહેલી ફિલ્મ સ્કાય ફોર્સ 24 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
ફિલ્મ સ્ટાર કાસ્ટ
સંદીપ કેલવાણી અને અભિષેક અનિલ કપૂર નિર્દેશિત અને દિનેશ વિજાન નિર્મિત આ ફિલ્મમાંઆ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત અન્ય ઘણા નામી સિતારાઓ મહત્વની ભૂમિકામાં છે. આવો જાણીએ સ્કાય ફોર્સ ફિલ્મના સ્ટારકાસ્ટ વિશે.
- અક્ષય કુમાર – વિંગ કમાન્ડર કે ઓ આહૂજાના પાત્રમાં છે.
- વીર પહાડિયા – બોલીવુડ ફિલ્મમાં ડેબ્યૂ સાથે વાયુ સેના અધિકારી ટી વિજયાના પાત્રમાં છે.
- સારા અલી ખાન – વીર પહાડિયાની પત્નીના રોલમાં છે.
- નિમ્રત કૌર – અક્ષય કુમારની પત્નીનું પાત્ર ભજવે છે.
- શરદ કેલકર, મોહિત ચૌહાણ અને મનીષ ચૌધરી સહિત સિતારીઓ પણ મહત્વના રોલમાં છે.
સ્કાય ફોર્સ ટ્રેલર
ફિલ્મનું ટ્રેલર 2 સપ્તાહ પહેલાં રિલીઝ થયું છે, જેમાં શક્તિશાળી સંવાદો અને દેશભક્તિપૂર્ણ સંગીત સાથે સૈનિકોની બહાદુરી અને દેશપ્રેમને દર્શાવાયો છે. ટ્રેલર પાવરફુલ ડાયલોગ્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે જોરદાર છે.
ફિલ્મનું શૂટીંગ અને વિષયવસ્તુને હિસાબે સ્કાય ફોર્સ મુખ્યત્વે હવાઈ હુમલાના મિશન અને ભારતીય વાયુસેનાના શૌર્ય પર ભાર મૂકે છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓના વિવિધ કિસ્સાઓ અને તેમના મિશનને પ્રેરણારૂપ બનાવતી ઘટનાઓને ફિલ્મમાં સમાવાઇ છે.





