Sky Force Box Office Collection Day 5 | સ્કાય ફોર્સ (Sky Force) ફિલ્મ અક્ષય કુમાર (Akshay Kumar) અને વીર પહાડિયા (Veer Pahariya) ને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ છે. મુવી 24 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. ‘સ્કાય ફોર્સ’ એ એરિયલ એક્શન ફિલ્મ છે, જે ભારતના પ્રથમ હવાઈ હુમલા પર આધારિત છે. આ ફિલ્મમાં સારા અલી ખાન અને નિમરત કૌર પણ છે. અહીં જાણો સ્કાય ફોર્સ ફિલ્મનું પાંચમા દિવસે બોક્સ ઓફિસ કલેકશન કેટલું રહ્યું?
સ્કાય ફોર્સ બોક્સ ઓફિસ કલેક્શન ડે 5 (Sky Force Box Office Collection Day 5)
સ્કાય ફોર્સ રિલીઝ થયા તેની અત્યાર સુધીની પાંચ દિવસની સફર કવર કરી છે. ફિલ્મે પહેલા વીકેન્ડમાં જબરદસ્ત બિઝનેસ કર્યો હતો, પરંતુ સોમવાર વર્કિંગ ડે હોવાને કારણે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફિલ્મે ચોથા દિવસે 8 કરોડ 10 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જે તેના બજેટ પ્રમાણે સંતોષજનક કહી શકાય.
આ પણ વાંચો: Sitaare Zameen Par | આમિર ખાન એ આપી સિતારે જમીન મુવી પર અપડેટ, આ દિવસે થશે રિલીઝ
સ્કાય ફોર્સ અક્ષય કુમાર (Sky Force Akshay Kumar)
ફિલ્મની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે. સ્કાય ફોર્સના કલેક્શનને જોતા, આશા છે કે તે ટૂંક સમયમાં તેના બજેટની બરાબર કમાણી કરશે. અક્ષય કુમારની ફિલ્મો છેલ્લા ઘણા સમયથી બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી શકતી નથી. આ ફિલ્મ તેની કારકિર્દી માટે લાઇફસેવર સાબિત થઈ રહી છે.
સ્કાય ફોર્સ ટ્રેલર (Sky Force Trailer)
સ્કાય ફોર્સ બોક્સ ઓફિસ કલેક્શન (Sky Force Box Office Collection)
ફિલ્મના લેટેસ્ટ બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો શરૂઆતના ડેટા અનુસાર ફિલ્મે પાંચમા દિવસે 3 કરોડ 91 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મનો કુલ બિઝનેસ હવે 85.21 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે, જેના કારણે તે બીજા સપ્તાહના અંતે 100 કરોડની ક્લબમાં પ્રવેશ કરશે તેવી અપેક્ષા છે.
અક્ષય કુમાર મુવીઝ (Akshay Kumar Movies)
અક્ષય કુમારની તાજતેરમાં ઘણી ફિલ્મો રિલીઝ થઇ છે, અહીં તેની પાંચ ફિલ્મોના કલેકશન વિશે જણાવ્યું છે, જેમાં સ્કાય ફોર્સએ 85.21 કરોડ,બડે મિયાં છોટે મિયાંએ 59.17 કરોડ, ત્યારે ખેલ ખેલમેં ફિલ્મે 40.36 કરોડ, જયારે મિશન રાણીગંજનું કમાણી 33.74 કરોડ હતી અને સિરફિરાની કમાણી 22.13 કરોડ હતી.