Sonakshi Sinha Bridal Look: સોનાક્ષી સિંહાનો ત્રીજો બ્રાઈડલ લુક, બંને સાડી પર ભારી, બ્રાઈડલ સુટની કિંમત જાણી ચોંકી જશો

Sonakshi Sinha Zaheer Iqbal Wedding Look: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ના ફોટા - વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સોનાક્ષી સિંહાની બે બ્રાઈડલ સાડી કરતા ત્રીજા બ્રાઈડલ લુક એકદમ હટકે છે, જેમા તેણે હજારો નહીં પણ લાખો રૂપિયાનો બ્રાઈડલ સુટ પહેર્યો છે.

Written by Ajay Saroya
June 26, 2024 17:47 IST
Sonakshi Sinha Bridal Look: સોનાક્ષી સિંહાનો ત્રીજો બ્રાઈડલ લુક, બંને સાડી પર ભારી, બ્રાઈડલ સુટની કિંમત જાણી ચોંકી જશો
Sonakshi Sinha Bridal Look: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે 23 જૂને મુંબઇમાં લગ્ન કર્યા છે. સોનાક્ષી સિંહાના બ્રાઈડલ લુકની પ્રશંશા થઇ રહી છે. (Photo- @iamzahero)

Sonakshi Sinha Zaheer Iqbal Wedding Look: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન અને રિસેપ્શના ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સોનાક્ષી સિંહાનો સાડી લૂક ચાહકોને બહુ ગમ્યો છે. સોનાક્ષી સિંહાએ રજિસ્ટર્ડ મેરેજ અને રિસેપ્શન દરમિયાન જે બ્રાઇડલ સાડી પહેરી હતી, જેની ઘણી મોંઘી હતી. આ દરમિયાન સોનાક્ષી સિંહાનો વધુ એક બ્રાઇડલ લુક વાયરલ થયો છે, જેમા બોલીવુડ અભિનેત્રીએ જે બ્રાઈડલ ડ્રેસ પહેર્યો છે તેની કિંમત હજારો નહીં પણ લાખોમાં છે.

સોનાક્ષી સિંહા – 40 વર્ષ જૂની આઈવરી સાડી

સોનાક્ષી સિંહાએ રજિસ્ટર્ડ મેરેજ અને રિસેપ્શન માટે અલગ અલગ રંગની બે ખાસ સાડી પહેરી હતી. ઝહીર ઈકબાલ અને સોનાક્ષી સિંહાએ રજિસ્ટર્ડ મેરેજ માટે વ્હાઈટ આઉટફીટ પસંદ કર્યા હતા. આ માટે સોનાક્ષી સિંહાએ 40 વર્ષ જૂની આઈવરી વ્હાઈટ સાડી પહેરી હતી, જેમા હેવી એમ્બ્રોઇડરી વર્ક હતુ. આ સાડી સોનાક્ષી સિંહાની માતા પૂનમ સિંહાની છે, જે તેમણે તેમના લગ્ન વખતે પહેરી હતી. બોલીવુડ અભિનેત્રી સાડી સાથે જે જ્વેલરી પહેરી હતી, તે પણ તેની માતાની હતી.

સોનાક્ષી સિંહા – લાલ બનારસી સાડીમાં બ્રાઈડલ લુક

સોનાક્ષી સિંહા રિસેપ્શનમાં લાલ બનારસી સાડીમાં દેખાઈ હતી. આ બનારસી સાડીને ચાંદ બુટા સાડી કહેવામાં આવે છે. સોનાક્ષી સિંહાની આ બ્રાઈડલ સાડી ડિઝાઈનર લેબલ રો મેંગોની હતી. આ સાડીની કિંમત 80000 રૂપિયા છે. લાલ બનારસી સાડી સાથે સોનાક્ષી સિંહાએ હેવી કુંદન જ્વેલરી, હાથમાં બંગડી, માથામાં સુંદરી અને લાલ બ બન હેર સ્ટાઈલ વડે બ્રાઈડલ લુક કમ્પલીટ કર્યો હતો. સોનાક્ષી સિંહાનો આ બ્રાઈડલ લુક ચાહકોને બહુ ગમ્યો છે.

sonakshi sinha zaheer iqbal wedding | sonakshi sinha zaheer iqbal reception | sonakshi sinha zaheer iqbal marriage | sonakshi sinha zaheer iqbal wedding photo | sonakshi sinha zaheer iqbal wedding video | sonakshi sinha wedding looks | sonakshi sinha wedding saree looks
Sonakshi Sinha Zaheer Iqbal Wedding: ઝહીર ઈકબાલે સોનાક્ષી સિંહા સાથેના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. (Photo- @iamzahero)

સોનાક્ષી સિંહા – 2.55 લાખનો અનારકલી સૂટ

આ પણ વાંચો | અનુષ્કા, દીપિકાથી લઇ સોનાક્ષી સિંહા, બોલીવુડ અભિનેત્રીઓનો રિસેપ્શન સાડી લુક

સોનાક્ષી સિંહા એ પોતાની કેક કટિંગ સેરેમનીમાં એક અનારકલી સૂટ પહેર્યો હતો. આ અનારકલી સૂટ બહુ મોંઘો અને હેવી વર્ક હતું. આ અનારકલી સૂટ ફેમસ ડિઝાઈનર અનીતા ડોંગેરેના લેબલનું હતુ. આ અનારકલી સૂટની કિંમત 2.55 લાખ રૂપિયા છે. આ અનારકલી સૂટને પ્લાઝો પેન્ટ સાથે પેર કરવામાં આવ્યો છે. સોનાક્ષી સિંહાએ સાડી સાથે પહેરેલી કુંદન જ્વેલરી સાથે જ આ હેવી અનારકલી સૂટ કેરી ક્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ