Sonakshi Sinha : સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) એ 23 જૂને 2024 રવિવારે ધૂમધામથી લગ્ન કરી લીધા છે. જેના ફોટા સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ શેર કર્યા છે જેની ચર્ચા ચાહકોમાં ખુબજ ચાલી રહી છે. જો કે, કપલએ નેગીટીવીટી અને ટ્રોલિંગને ટાળવા માટે તેના એકાઉન્ટના કમેન્ટ સેકશનને ક્લોઝ કર્યું હતું. ઓનલાઈન નેગેટિવિટી અને ટ્રોલિંગ વચ્ચે સોનાક્ષીની હીરમંડીકો-સ્ટાર અને એક્ટર રિચા ચઢ્ઢાએ તેનું સમર્થન આપ્યું છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ સાથે નવદંપતીનો ફોટો પોસ્ટ કર્યો છે.

રિચા મુંબઈમાં સોનાક્ષીના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી, સોનાક્ષી અને ઝહીરને સપોર્ટ કરતી રિચાની પોસ્ટમાં લખ્યું છે કે, “પ્રિય સોના અને ઝહીર! હું તમારી સાદગી, એકબીજા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાથી પ્રભાવિત છું અને ખુબજ ખુશ છું કે તમે તમારી પોતાની ધૂન પર ડાન્સ કરો છો! રિસેપ્શનમાં વધારે ભીડને કારણે તમારી સાથે મારો ફોટો નથી, પણ અલી અને હું તમારી ભાવનાને પ્રેમ કરીએ છીએ!”
વધુમાં તેણે લખ્યું, ”તમારી જોડી અદ્ભુત છો. અને બુરી નજર વાલે તેરા મુહ ફાલતુ (ખરાબ નજરવાળા લોકો તમારો ચેહરો નકામો). તમને બંને ને પ્રેમ. એક ભવ્ય પાર્ટી માટે આભાર, અને હું તમને જીવનભર સુખ મળે તેવી વિશ કરું છું!!! @aslisona અને iamzahero.”
સોનાક્ષીએ પણ પ્રસાદ ભટની તેની અને ઝહીરની પોસ્ટને ફરીથી શેર કરીને ટ્રોલ પર પ્રતિક્રિયા આપી હતી, જેમાં ‘પ્રેમ સાર્વત્રિક ભાષા’ વિશે વાત કરવામાં આવી હતી. સોનાક્ષીએ પ્રતિક્રિયા આપી કે, “સાચા શબ્દો!! આભાર.”
આ પણ વાંચો: Kangana Ranaut Emergency: કંગના રનૌતની ઈમરજન્સી આ તારીખે રિલિઝ થશે, ઈન્દિરા ગાંધીના પાત્રમાં દેખાશે
અભિનેતામાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિન્હાએ પણ ટ્રોલ્સની નિંદા કરી અને તેમને નકારાત્મકતા ન ફેલાવવા વિનંતી કરી હતી.અને કહ્યું હતું કે, ”આનંદ બક્ષી સાહેબે આવા વ્યાવસાયિક વિરોધીઓ વિશે લખ્યું છે, ‘કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહેના. આમાં હું ઉમેરવા માંગુ છું, ‘કહેને વાલે અગર બેકાર, બેકામ-કાજ કે હો તો કહના હી કામ બન જાતા હૈ (બેરોજગાર લોકોનું આજ બધું કામ છે).’ મારી પુત્રીએ કંઈપણ ગેરકાયદેસર અથવા ગેરબંધારણીય કર્યું નથી.’





