Sonakshi Sinha- Zaheer Iqbal Net Worth: સોનાક્ષી સિંહા તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્નને લઇ હેડલાઇન્સમાં છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ મુંબઇમાં 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન ચાહકો બંને વિશે જાણવા ઉત્સુક છે. ગૂગલ પર પણ લોકો બંનેની નેટવર્થ સર્ચ કરી રહ્યા છે. બંને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવે છે. તો ચાલો જાણીયે સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ બંને માંથી કોણ સૌથી વધુ ધનવાન છે
સોનાક્ષી સિંહા પાસે કેટલી સંપત્તિ છે? (Sonakshi Sinha Net Worth)
મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી સિંહા 100 કરોડની પ્રોપર્ટીની માલિક છે. તેની પાસ બાંદ્રાના કેસી રોડ પર સ્થિત 4 બીએચકે એપાર્ટમેન્ટ છે, જે તેણે ગયા વર્ષે એટલે કે 2023માં ખરીદ્યો હતો. તેની કિંમત 14 કરોડ રૂપિયા છે. ઉપરાંત તેની પાસે બીજું ઘર છે જેની કિંમત 11 કરોડ રૂપિયા છે. સોનાક્ષી સિંહાના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે એક નહીં પરંતુ ત્રણ લક્ઝુરિયસ વ્હીકલ છે. તેની પાસે 75 લાખની કિંમતની BMW 6 સિરીઝ, કિંમત 1.42 કરોડ રૂપિયાની કિંમતની મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ 350 અને ત્રીજી કાર BMW i8 છે, જેની કિંમત 3.30 કરોડ રૂપિયા છે.
સોનાક્ષી સિંહાની ફી
સોનાક્ષી સિન્હા બોલિવૂડની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી પૈકીની એક છે અને તે પોતાની ફિલ્મ માટે 3 કરોડ ચાર્જ કરે છે. ફિલ્મો ઉપરાંત તે એડવર્ટાઇઝિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. આ સાથે તેની પોતાની નેઇલ બ્રાન્ડ છે, જેનું નામ સોઇજી છે. તેમણે આ બ્રાન્ડને ઇ-કોમર્સ સ્ટોરથી લોન્ચ કરી હતી.

ઝહીર ઈકબાલ પાસે કેટલી સંપત્તિ છે? (Zaheer Iqbal Net Worth)
આ પણ વાંચો | ઝહીર ઈકબાલ કોણ છે? જેની સાથે સોનાક્ષી સિંહા કરશે લગ્ન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ વચ્ચે સંપત્તિને લઇ જમીન અને આકાશ જેટલો તફાવત છે. સોનાક્ષી સિંહાની સંપત્તિ 100 કરોડ છે તો ઈકબાલ પાસે લગભગ 2 કરોડની સંપત્તિ છે. તે એક્ટિંગની સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે. ઝહીર ઈકબાલના કાર કલેક્શનની વાત કરીએ તો તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ એમ-ક્લાસ છે, જેની કિંમત 56.74 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 2.31 કરોડ રૂપિયા સુધી જાય છે.