Sonakshi Sinha : અભિનેત્રી સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને ઝહીર ઈકબાલ (Zaheer Iqbal) 23 જૂનના રોજ લગ્ન કરવા માટે રેડી છે, ગુરુવારે સાંજે સોનાક્ષીના પિતા પીઢ અભિનેતા-રાજકારણી શત્રુઘ્ન સિંહા મુંબઈમાં કપલ સાથે જોવા મળ્યા હતા. આ ઘટના સિન્હા પરિવારમાં અણબનાવની અફવાઓનો અંત ગણી શકાય છે, કેટલાક રિપોર્ટમાં એવુંસુચવામાં આવ્યું હતું કે શત્રુઘ્ન લગ્નમાં હાજરી આપી શકશે નહીં.

શત્રુઘ્ન અને તેની પત્ની પૂનમ સિંહા એક ઘરમાંથી બહાર નીકળતાં જ ઝહીર અને તેના પરિવાર સાથે જોવા મળ્યા હતા. સોનાક્ષી સિંહએ પણ અલગથી ફોટો પડાવ્યો હતો. શત્રુઘ્ન તેના ચહેરા પર સ્મિત સાથે ઝહીર સાથે પોઝ આપી રહ્યો હતો, ત્યારે તેમની આસપાસના પાપારાઝીઓએ પીઢ સ્ટારને તેમનો પ્રખ્યાત કેચફ્રેઝ, ‘ખામોશ’ કહેવા વિનંતી કરી હતી અને તેણે ખુશીથી સ્વીકાર્યું હતું.
આ પણ વાંચો: Bigg Boss OTT 3: બિગ બોસ હાઉસની પહેલી ઝલક, જિમ એરિયા થી લઇ બેડરૂમ સુધી બધું જ લક્ઝુરિયસ, જુઓ વીડિયો
વેન્યુમાં પ્રવેશતાં જ સોનાક્ષીનો ફોટા ક્લિક કરવામાં આવ્યા, પરંતુ બહાર નીકળતી વખતે તેણે માસ્કથી પોતાનો ચહેરો ઢાંકી દીધો હતો. જેમ જેમ તેની કાર ગેટની બહાર નીકળી હતી, તેની બારી ટુવાલથી ઢંકાયેલી હતી, એકટ્રેસ તેનો ચહેરો છુપાવતી હતી.
ગુરુવારે, શત્રુઘ્ન સિંહાએ ઝૂમને અગાઉના રિપોર્ટ નકારતા કહ્યું કે તેઓ લગ્નમાં હાજરી આપશે, “હું લગ્નમાં ચોક્કસ હાજર રહીશ. હું શા માટે હાજરી ન આપું? તેની ખુશીએ મારી ખુશી છે, તેને તેના જીવનસાથી અને તેના લગ્નની અન્ય વિગતો પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે,સોનાક્ષી અને ઝહીર “સાથે ખૂબ જ સુંદર લાગે છે.”
અણબનાવની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે, લગભગ એક અઠવાડિયા પહેલા, પીઢ સ્ટારે ટાઈમ્સ નાઉને કહ્યું કે તેને પુત્રીના લગ્ન વિશે જોઈ જાણ નથી, તેણે કહ્યું, “હું એટલું જ કહી શકું છું કે, આજ કલ કે બચ્ચે સંમતિ નહીં લેતે મા-બાપ કે, સિર્ફ ઈન્ફોર્મ કરતે હૈં (આજકાલ, બાળકો પરવાનગી લેતા નથી, તેઓ ફક્ત તેમના માતાપિતાને જાણ કરે છે).”





