Sonam Kapoor Share Photos : એપલના સીઇઓ ટિમ કૂક હાલમાં ભારતમાં છે. મુંબઇ ખાતે ભારતના પ્રથમ એપલ સ્ટોરને ખુલ્લો મુકતાં પહેલા તેઓ સેલિબ્રિટીને મળ્યા હતા. બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજા સાથે પણ ખાસ મુલાકાત કરી હતી.
એપલ સીઇઓ ટિમ કૂક સાથેની મુલાકાત બાદ બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં સોનમ કપૂરે પોતાના પતિ આનંદ આહુજાને હેન્ડસમ ડેટ ગણાવ્યો છે. સોનમ કપૂરે શેર કરેલા ફોટોને ફેન્સ તરફથી પ્રતિભાવ પણ મળી રહ્યા છે.
એપલ સીઇઓ ટિમ કૂક એપલ સ્ટોરના શુભારંભને લઇને હાલમાં ભારતના પ્રવાસે છે. મુંબઇ ખાતે દેશના પ્રથમ એપલ સ્ટોરને મંગળવારે ખુલ્લો મુક્યો હતો. ટિમ કૂક એ પૂર્વે સોમવનારે મુંબઇની એક ઇવેન્ટમાં ઘણા સેલિબ્રિટીને મળ્યા હતા. જેમાં એક સોનમ કપૂર પણ હતી. સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે ટિમ કૂકને મળી હતી. આ મુલાકાત બાદ સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથેના કેટલાક ફોટો શેર કર્યા છે.
સોનમ કપૂરે પતિ આનંદ આહુજાને હેન્ડસમ ગણાવ્યો છે. સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું છે કે, મારા પતિ જે રચનાત્મક પ્રતિભા અને નવિનતાના સૌથી મોટા સમર્થકો પૈકીના એક છે. તેમને લાગે છે કે તે હંમેશા સાથે સાથે ચાલે છે. કળા, એંજિનિયરીંગ કે વિજ્ઞાનમાં કંઇ પણ અદ્ભૂત બનાવવા માટે કલ્પના શક્તિની આવશ્યક્તા હોય છે. આપણે બધા ક્રિએટર છીએ.
આપને જણાવીએ કે, સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ફિલ્મોથી અંતર રાખનાર સોનમ કપૂરે ગત વર્ષે પુત્ર વાયુને જન્મ આપ્યો હતો. ગત જાન્યુઆરી માસમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની ખાસ મુલાકાતમાં સોનમ કપૂરે પોતાની મેટરનિટી બ્રેક અંગે ઘણી વાતો કરી હતી. તેણીએ કહ્યું હતું કે, મારા માટે આ શ્રેષ્ઠ નિર્ણય હતો કારણ કે હું થોડો સમય બ્રેક લેવા ઇચ્છતી હતી.
સોનમ કપૂર લાંબા વિરામ બાદ ફરી એકવાર ફિલ્મોમાં કમ બેક કરવા માટે તૈયાર છે. વર્ષ 2011 ની કોરિયન ફિલ્મની રિમેક ફિલ્મ બ્લાઇન્ડ સાથે સોનમ ફરી મેદાનમાં આવી રહી છે. પુત્ર જન્મ બાદ સોનમ કપૂર પ્રથમ ફિલ્મ કરી રહી છે. તાજેતરમાં જ ફિલ્મ બ્લાઇન્ડનો ફર્સ્ટ લુક શેર કરાયો હતો. આ ફિલ્મમાં સોનમ કપૂર લીડ રોલમાં છે. સોનમ કપૂરની આ ફિલ્મમાં અભિનેતા પુરબ કોહલી, વિનય પાઠક અને લિલેટ દુબે કાસ્ટ કરી રહ્યા છે.