સોનારિકા ભદોરિયા અને વિકાસ પરાશર લગ્ન : નાના પડદાના ફેમસ શો ‘દેવોં કે દેવ મહાદેવ’માં પાર્વતીનું પાત્ર ભજવનાર અભિનેત્રી સોનારિકા ભદોરિયા દુલ્હન બનવા માટે તૈયાર છે. સોનારિકા તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે 18 મી ફેબ્રુઆરીએ સાત ફેરા લેવા જઈ રહી છે. જો કે આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનારિકાના હાથમાં ડ્રિપ લાગેલુ જોવા મળી રહ્યું છે.
અહીં, વાયરલ થયેલા વીડિયોએ સોનારિકાના ફેન્સની ચિંતા વધારી દીધી છે. જો કે, તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તે તેના ખાસ દિવસ પહેલા IV ટ્રીટમેન્ટ લઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરના ફોટોશૂટ સાથે જોડાયેલો એક વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં જાહ્નવી ફોટોશૂટ માટે તૈયાર થતાં પહેલા IV ડ્રિપ લેતી પણ જોવા મળી હતી. આવી સ્થિતિમાં મોટાભાગના લોકોના મનમાં સવાલ છે કે, આ આઈવી ડ્રિપ શું છે? અહીં આપણે આ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ
IV ડ્રીપ શું છે?
તમને જણાવી દઈએ કે, આ એક પ્રકારનું વેલનેસ ડ્રીપ હોય છે, જેને ઈન્ટ્રા વેનસ થેરાપી ડ્રીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે લોકો શરીરને રિચાર્જ કરવા અને પોતાની સુંદરતા અને ત્વચાની સંભાળ રાખવા માટે આ મેડિકલ ટેકનિકનો સહારો લે છે. IV ડ્રિપ થેરાપીમાં, સોયની મદદથી સીધા પોષક તત્વો તમારા લોહીના પ્રવાહમાં પહોંચાડવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો, શરીરને ચમકતી ત્વચા અને ઊર્જા માટે જરૂરી પોષક તત્વો સીધા નસોમાં જાય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
આરોગ્ય નિષ્ણાતોના મતે, IV સારવારમાં મુખ્યત્વે વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન સી અને ગ્લુટાથિઓનનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ ત્વચાનો રંગ સુધારવા, ત્વચા પર પિગમેન્ટેશન ઘટાડવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.
IV ડ્રીપ પદ્ધતીથી બીજા ઘણા ફાયદા છે
આ બધા ઉપરાંત, IV ડ્રિપ પેટના ફ્લૂથી રાહત આપવા, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા, શરીરને હાઇડ્રેટેડ રાખવા, ઈન્સ્ટન્ટ ઊર્જા પૂરી પાડવા, વૃદ્ધત્વના લક્ષણોને રોકવા અને શરીરમાં વિટામિન્સ અને મિનરલ્સની ઉણપને દૂર કરવામાં પણ મદદરૂપ છે.
આ પણ વાંચો – રકુલ પ્રિત સિંહ અને જેકી ભગનાની લગ્ન સેલિબ્રેશન શરૂ, આ પાંચ ડિઝાઈનર્સ ફંક્શનો માટે ડ્રેસ તૈયાર કરશે
આ એક નવો ટ્રેન્ડ છે, જેને સોનારિકા અને જાન્હવીની સાથે ઘણી જાણીતી હસ્તીઓ અનુસરે છે. ખાસ કરીને લગ્ન કે કોઈપણ મોટા પ્રસંગમાં જતા પહેલા ઘણી અભિનેત્રીઓ ઈન્સ્ટન્ટ ગ્લો માટે આ ઉપાય અપનાવે છે. જો આપણે આઈવી ડ્રિપ સારવાર માટેના સમય વિશે વાત કરીએ, તો સમગ્ર સારવારમાં 20 મિનિટથી એક કલાકનો સમય લે છે.
Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.





