scorecardresearch

રેલવે પ્લેટફોર્મનું પાણી હેલ્થ માટે સારૂ, આ પાણીને બિસલેરી અને મિનરલ વોટર પણ ટક્કર ન આપી શકે: સોનુ સૂદ

તાજતેરમાં સોનુ સૂદે શેર કરેલા વીડિયોમાં તેઓ ડાયરેક્ટ નળથી પાણી પીતા જોવા મળ્યાં છે. આ સાથે તેઓ બોસ આ જે પાણી છે તેને દુનિયાની કોઇ બિસલેરીનું પાણી કે મિનરલ વોટર ટક્કર નહીં આપી શકે.

રેલવે પ્લેટફોર્મનું પાણી હેલ્થ માટે સારૂ, આ પાણીને બિસલેરી અને મિનરલ વોટર પણ ટક્કર ન આપી શકે: સોનુ સૂદ

બોલિવૂડ ફિલ્મોની સાથે સાઉથની ફિલ્મોમાં પણ અભિનય કરી મશહુર થનાર સોનુ સૂદ ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. સોનુ સૂદ આજકાલ ટ્રેનની મુસાફી વધારે કરી રહ્યાં છે. જેના વીડિયો તેઓ સોશિયલ મીડિયામાં પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે હાલ સોનુ સૂદનો વધુ એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

સોનુ સૂદ ટ્રેનની મુસાફરીના વીડિયોમાં ક્યારેક ડોગને વ્હાલ કરતા તો ક્યારેક ટ્રેનમાં બેસીના હવા ખાતા જોવા મળ્યાં છે. પરંતુ આ વખતે તેઓ વીડિયોમાં કોઇ સ્ટેશનમાં નળથી પાણી પીતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. આ ઉપરાંત તેણે બિસલરી અને મિનરલ વોટરની તુલનાએ વધુ સારું ગણાવ્યું છે. સોનું સુદના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર સોનુ સૂદની ખુબ મસ્તી કરી રહ્યાં છે.

તાજતેરમાં સોનુ સૂદે શેર કરેલા વીડિયોમાં તેઓ ડાયરેક્ટ નળથી પાણી પીતા જોવા મળ્યાં છે. આ સાથે તેઓ બોસ આ જે પાણી છે તેને દુનિયાની કોઇ બિસલેરીનું પાણી કે મિનરલ વોટર ટક્કર નહીં આપી શકે. રેલવેનું પાણી એકદમ સુપર હેલ્ધી છે.

સોનુ સૂદના આ નિવેદન પર શિખા નામની ફેન્સે કોમન્ટ કરી છે કે, તમને શું ફર્ક પડે? કારણ કે તમે બીમાર પડ્યાં તો બેસ્ટ હોસ્પિટલમાં તમારો ઇલાજ થઇ જશે. હું પણ સોનુ સૂદની ફેન છું. પરંતુ આ ખોટું છું. જો કોઇ સામાન્ય માણસ તેમની આ વાત માને અને તે વ્યક્તિ બીમાર પડશે તો તેનું જવાબદાર કોણ? તો અન્ય એક બિપિન નામના યૂઝરે કોમેન્ટ કરી છે કે, માત્ર એક ઘૂટ પીને, બે દિવસ પીઓ તમને ટાઇફોડ ન થાય તો કહેજો.

આ સાથે આલોક નામના યૂઝરે ટિપ્પણી કરી છે કે, જે ટોટીનું પાણી તમે પી રહ્યાં છો તે કેટલું સ્વચ્છ અને સાફ રહે છે તેનાથી સૌકોઇ અવગત છે. તેમ છતાં તમને વિશ્વાસ ન આવતો હોય તો ટાંકી જોઇ લેજો. હકીકત સામે આવી જશે. એટલે તમે કંઇ ન બોલો. જ્યારે પ્રિયા નામની એક ફેને કહ્યું તે, સોનુ સરથી ભૂલ થઇ ગઇ છે. તો નેહા નામની યૂઝરે લખ્યું કે, ઘરે લઇ જાઓ અને ઘરે પણ આ જ પાણી પીજો.

Web Title: Sonu sood railway water good for health twitte fans comment

Best of Express