એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનના નિધનના સામાચાર સામે આવ્યાં છે. માત્ર 26 વર્ષની વયે તેમના આકસ્મિક અવસાનના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. એક અઠવાડિયા પહેલા તે તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સોફિયા લિયોનના મૃત્યુને કારણે એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માતમ છવાઇ ગયું છે. માત્ર 26 વર્ષની વયે તેમના આકસ્મિક અવસાનના સમાચારે બધાને અવાચક બનાવી દીધા છે સોફિયાના પિતા Mike Romero એ GoFundMe દ્વારા એક નિવેદન જારી કરીને તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.
મહત્વનું છે કે, પહેલી માર્ચે સોફિયા તેના ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી. સ્થાનિક પોલીસે મોતની તપાસ શરૂ કરી છે. જો કે તેના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સોફિયાનું મોત કેમ અને કેવી રીતે થયું? તેવા અનેક સવાલોના જવાબ આવવાના બાકી છે.

સોફિયાના પિતાનો પુત્રી પ્રેમ છલકાયો
સોફિયાના પિતાએ જણાવ્યું કે, ‘તેમની પુત્રી ખૂબ જ ખુશહાલ સ્વભાવની હતી’. તેમને પ્રાણીઓ પ્રત્યે અપાર સ્નેહ અને પ્રેમ હતો. સોફિયાને ટ્રાવેલિંગનો પણ ખુબ જ શોખ હતો. તે જ્યાં પણ જતી હંમેશા તેની આસપાસના લોકો સાથે ખુશ મિજાજમાં રહેતી હતી.
આ પણ વાંચો : મેદાનથી સ્વાતંત્ર્ય વીર સુધી આ સ્પતાહે આ ફિલ્મોના ટ્ર્રેલરે મચાવી ધૂમ, જાણો રિલીઝ ડેટ
મહેનતના દમ પર સોફિયાએ મોટી સફળતા મેળવી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. તે તેના ફેન્સ માટે કંઈકને કંઇક પોસ્ટ કરતી રહેતી હતી. ત્રણેક અઠવાડિયા પહેલા તેણે મિત્રો સાથે પાર્ટી કરતી વખતે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. તેના ચહેરા પરનું સ્મિત જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સોફિયા હવે આપણી વચ્ચે નથી. મળતી માહિતી અનુસાર સોફિયાએ 18 વર્ષની ઉંમરે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.





