સાઉથના સુપરસ્ટાર પ્રભાસની બહુપ્રતિક્ષિત ફિલ્મ આદિપુરૂષનું ટીઝર 2 ઓક્ટોબરના રોજ રામનગરી આયોધ્યામાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમેકર્સને પૂરો વિશ્વાસ હતો ફિલ્મનું ટીઝર લોકોનું દિલ જીતી લેશે. પરંતુ તેમની આશા પર પાણી ફરી ગયુ છે. લોકોએ ટીઝર રિલીઝ થતાં જ ફિલ્મને રિજેક્ટ કરી દીધી છે.
મુકેશ ખન્નાએ નારાજગી વ્યક્ત કરી
આ સાથે સોશિયલ મીડિયા પર ફિલ્મ મેકર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે સમગ્ર મામલાને લઇ નેતાઓ અને કલાકારો પણ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે. રામાયણમાં સીતાનું પાત્ર ભજવી ફેમસ થનારા દીપિકા ચિખલીયા બાદ હવે મુકેશ ખન્નાએ પણ ‘આદિપુરૂષ’ના ટીઝરને લઇ નારાજગી વ્યક્ત કરી છે.
મુકેશ ખન્નાએ કહ્યું…
બોલિવૂડ એક્ટર મુકેશ ખન્નાએ તેના યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ કહ્યું હતું કે, જ્યારે ફિલ્મનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું તે સમયે જ મને પ્રતિક્રિયા માટે ફોન આવવાના ચાલુ થઇ ગઇ હતા. પરંતુ મેં કંઇ પણ કહેવા માટે ના પાડી દીધી હતી. જો કે હવે મને એવું લાગે છે કે હવે આ મુદ્દા પર વાત કરવી જોઇએ.
મુકેશ ખન્નાએ આપી પ્રતિક્રિયા
મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે, સૈફ અલી ખાને જ્યારે રાવણનું પાત્ર ભજવતા સમયે કહ્યું હતું કે હું હ્યુમરનું રૂપ આપવા માંગુ છું. જે બાદ તુરંત મેં પ્રતિક્રિયા આપી હતી. જ્યારે તમે રામાયણની વાત કરો છો તો તમારામાં લોકોની આસ્થાનો ફાયદો ઉઠાવાની વૃતિ હોય છે. તમે અમારા ધર્મની મજાક ઉડાવવાળા કોણ છો? જો હિંમત હોઇ તો તમારા ધર્મ પર ટિપ્પણી કરી બતાવો.
કરોડો ખર્ચવાથી ફિલ્મ હિટ ન જાય: રાજેશ ખન્ના
એક્ટર મુકેશ ખન્નાએ વીડિયોમાં વધુમાં જણાવ્યું હતું કે, બધી ન્યૂઝ ચેનલ પર એક જ વાત પર ચર્ચા થઇ રહી છે કે સૈફ મોહમ્મદ ખિલજી લાગી રહ્યો છે રાવણ નહીં. ખરેખર એવું લાગી રહ્યું છે કે, રાવણના પાત્રને મુગલ લૂક આપવામાં આવ્યો છે. ક્યાં રામ, ક્યાં રામાયાણ અને ક્યાં મુગલ લૂક? શું તમે કોઈ મજાક કરી રહ્યાં છો? આ ફિલ્મ નહીં ચાલે. જો તમે એવા ભ્રમમાં હોય કે ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ આપવાથી ફિલ્મ હિટ જશે તો આ તમારી ભૂલ થાય છે. 100 કે હજાર કરોડ ખર્ચ કરવાથી રામાયણ ન બની શકે. રામાયણ તેના મૂલ્યો, આસ્થા, લૂક તેમજ ડાયલોગ્સના લીધે બને છે.