તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરાગત તમિલ પોશાકમાં કાશી-તમિલ સંગમનો શુભાંરભ કર્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જેમાં કાશી અને તમિલનાડુની સમાનતા દર્શાવતા પીએમ મોદીએ કહ્યું હતુ કે, ‘એક તરફ સમગ્ર ભારતને પોતાનામાં સમાવી આપણી સાંસ્કૃતિક રાજધાની કાશી અને બીજી તરફ ભારતની પ્રાચનીતા અને ગૌરવનું કેન્દ્ર તમિલનાડુ અને તમિલ સંસકૃતિ છે’. વધુમાં પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતુ કે, કાશી અને તમિલનાડુ બંને સંસ્કૃતિ અને સભ્યતાની ભૂમિ છે. તેમજ આ બંને ક્ષેત્ર સંસ્કૃત અને તમિલ જેવી વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓનું કેન્દ્ર છે. પીએમ મોદીની આ નિવેદન પર બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજે ટિપ્પણી કરી છે.
બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું છે કે, ‘તમે અમારા ઇડલી-ડોસા ખાઈ શકો છો પરંતુ અમારો મત તમને મળશે નહીં.
આ સાથે પ્રકાશ રાજે મોરબી પુલ દુર્ઘટનાને લઇ અન્ય એક ટ્વીટ કર્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘શું તમે મોરબી બ્રિજ ઘટના પર સવાલ ઉઠાવવાની હિંમત રાખો છો? કારણ કે અમારા સર્વોચ્ચ નેતાએ ચેતવણી આપી છે’. તેણે કહ્યું છે કે, ‘ગુજરાતને બદનામ કરવાવાળાથી સાવધાન રહેજો. તેમજ ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર રચનારોઓને ગુજરાતમાં સ્થાન ના મળવું જોઇએ’.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 30 ઓક્ટોબરના રોજ મોરબીમાં 140 વર્ષ જૂનો કેબલ પૂલ તુટવાથી 134 લોકોના મોત થયા છે. સમગ્ર મામલે આજે 21 નવેમ્બરના રોજ તપાસ માટે ન્યાયિક આયોગના સમિતિની માંગ કરનાર અરજી પર સુનાવણી થશે.
આ પણ વાંચો: પ્રથમ ‘આઇટમ ગર્લ’ તરીકે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવનાર હેલેનનો બર્થડે
પ્રકાશ રાજના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા પર યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું છે કે, તમે તમારા રાજ્યમાં પણ જીત ના મેળવી શક્યા. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, બેસી જાઓ અને માત્ર એ સ્ક્રિપ્ટ પર ધ્યાન આકર્ષિત કરો જે ફિલ્મ નિર્માતાઓ તમને આપે છે. જ્યારે ઋષિ નામના યૂઝરે લખ્યું છે કે, કોઇનું કહેવું છે કે, 12.5 લાખ મતમાંથી 2% ઓડ વોટ મળે, બીજી તરફ બીજેપી ઉમેદવારને એ જ ક્ષેત્રના મધ્ય બેંગ્લૂરુ વિધાનસભા મત વિસ્તારમાંથી 50 ટકા મત મળે. શ્રીજીથ નામના યુઝરે લખ્યું, ‘શું તમે 2019 બેંગ્લોર સેન્ટ્રલના પરિણામો વિશે વાત કરી રહ્યા છો? પીસી મોહન: 600,000+ વોટ, રિઝવાન અરશદ: 500,000+ વોટ, પ્રકાશ રાજ: 28,900+ વોટ. કંઈપણ!’