સાઉથ સૂપરસ્ટાર વિજય દેવરાકોંડા સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. વિજય દેવરકોંડાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાઇગર’ના ફડિંગ મામલે EDએ પૂછપરછ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહેવાલ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સવારે 8 વાગ્યાથી વિજય દેવરકોંડાની સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી હતી.
અભિનેતા વિજય દેવરકોંડાની ‘લાઇગર’ લગભગ 100 કરોડ રૂપિયા આસપાસના બજેટમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં અમેરિકન બોક્સિંગના દિગ્ગજ માઇક ટાયસન પણ સામેલ હતા. જોકે આ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ ગઇ હતી. ત્યારે આ ફિલ્મના ફડિંગ સંબંધિત EDએ 17 નવેમ્બરના રોજ લાઇગર ફિલ્મના નિર્મતા ચાર્મી કૌર અને પૂરી જગન્નાથની પૂછપરછ કરવામાં આવી હતી.
તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ નેતા બક્કા જુડસને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેને લાઇગર ફડિંગ મામલે સખ્ત તપાસ કરવા અંગે કહ્યું હતુ. ત્યારબાદ EDએ તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી તપાસ આદરી છે. બક્કા જુડસને દાખલ કરેલી ફરિયાદમાં આ ફિલ્મ પાછળ દિગ્ગજ નેતાઓએ પૈસા લગાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.જેને લઇને કોંગ્રેસ નેતા બક્કાએ નિવેદન આપ્યું હતું કે, આ ફિલ્મના માધ્યમથી તેઓ બ્લેક મનીને વ્હાઇટમાં ફેરવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: શું છે રોનક કામદાર-દીક્ષા જોશીના સંબંધની લકીરો? જુઓ ટ્રેલર, આ છે ફિલ્મની વિશેષતા
આવા સંજોગોમાં હવે તપાસ એજન્સીને પણ શક છે કે વિવિધ કંપનીઓએ ફિલ્મ નિર્માતાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. વિજય દેવરકોંડાની આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. જેમાં અનન્યા પાંડે અને રામ્યા કૃષ્ણન પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા.
આ ફિલ્મમાં વિજય દેવરાકોંડા કિક બોક્સરની ભૂમિકામાં છે જ્યારે અનન્યા પાંડે તેની વિરુદ્ધ ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે. ફિલ્મમાં તેની માતા રામ્યા કૃષ્ણનનો પણ દમદાર અંદાજ છે.મહત્વનું છે કે, આ પહેલીવાર નથી જ્યારે EDએ કોઈ અભિનેતા/અભિનેત્રીની પૂછપરછ કરી હોય. અગાઉ EDએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ સહિત નોરા ફતેહી જેવી દિગ્ગજ હસ્તીઓની પણ પૂછપરછ કરી ચૂકી છે.