અભિનેત્રી તમન્ના ભાટિયાની ગણતરી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. તમન્ના એક્ટિંગની સાથે તેની દિલકશ અદાઓથી ફેન્સની ધડકનોને તેજ કરી દે છે. ત્યારે તાજેતરમાં અભિનેત્રી તેના લગ્નને લઇ ખુબ ચર્ચામાં છે. તમ્નના ભાટિયાને લઇ સોશિયલ મીડિયા પર અફવાએ ફેલાઇ રહી છે કે અભિનેત્રી મુંબઇના બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઇ રહી છે. જેને લઇને હવે તમન્ના ભાટિયાએ ખાસ અંદાજમાં કરારો જવાબ આપ્યો છે.
ખરેખર, તમન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે સ્ટોરી શેર કરી છે. જેમાં એક્ટ્રેસે ફની અંદાજમાં તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. એક વીડિયોમાં અભિનેત્રી સાડીમાં જોવા મળી રહી છે. જ્યારે બીજા વીડિયોમાં તે મૂછો રાખતી જોવા મળે છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, આ તેના બિઝસમેન પતિ છે. આ ઉપરાંત અભિનેત્રી હેશટેગમાં લખ્યું છે કે, દરેક મારી જીંદગીની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે.
તમન્ના ભાટિયાના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો અભિનેત્રી સાઉથની સાથે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ત્યારે હવે તમન્ના મેગાસ્ટાર ચિંરજીંવી સાથે ફિલ્મ ભોલા શંકરમાં સ્ક્રીન સ્પેસ શેયર કરતી જોવા મળશે. ફિલ્મને 14 એપ્રિલ 2023ના રોજ રિલીઝ કરવામાં આવશે.

આ સિવાય તમન્ના ભાટિયા ગુરગંડી સીતા કલમ અને મલયાલમ ફિલ્મ બાંદ્રામાં પણ નજર આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અભિનેત્રી બોલિવૂડ ફિલ્મ બબ્લી બાઉંસરમાં જોવા મળી હતી. આ ફિલ્મને ડાયરેક્ટ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન મધુર ભંડારકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલા મધુર ભંડારકર ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી ચૂક્યાં છે.