સુપરસ્ટાર રજનીકાંતે સાઉથ ઉપરાંત બોલિવૂડમાં પણ પોતાની દમદાર એક્ટિંગથી વર્ચસ્વ સ્થાપ્યું છે. યુવાનોમાં રજનીકાંત પ્રત્યેનો ક્રેઝ અલગ જ છે. રજનીકાંત પોતાના એક્શનથી યુવા કલાકારોને પણ ટક્કર આપે છે. માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ વશ્વિભરમાં સુપરસ્ટાર રજનીકાંતના ચાહનારા છે. લોકોમાં તેમના પ્રત્યેનો ક્રેઝ એટલો છે કે તેઓ તેમને ‘ભગવાન’નો દરજ્જો આપી દીધો છે. આજે 12 ડિસેમ્બરના રોજ દિગ્ગજ કલાકાર રજનીકાંત તેનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ બેંગ્લૂરુમાં થયો હતો.
આ જ કારણ છે કે તેના ચાહકો તેના જન્મદિવસને તહેવારની જેમ ઉજવે છે.રજનીકાંતની દરેક ફિલ્મ જોવા માટે ચાહકો હંમેશા ઉત્સુક હોય છે. તમને જણાવી દઇએ કે રજનીકાંતનું સાચું નામ શિવાજી રાવ ગાયકવાડ હતું.જેની સમય પસાર થતાં રજનીકાંત તરીકે વિશ્વભરમાં ઓળખ પ્રસ્થાપિત થઇ .એવા દિગ્ગજ કાલાકર આજે પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે, અભિનેતાના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેના જીવન સાથે સંકળાયેલી કેટલીક ખાસ વાત જણાવીશું.
રજનીકાંતનો જન્મ મરાઠી પરિવારમાં થયો હતો. શિવાજી જીજાબાઈ અને રામોજી રાવના ચાર સંતાનોમાં સૌથી નાના હતા.રજનીકાંત ચાર વર્ષના હતા ત્યારે તેમની માતા અવસાન પામ્યા હતા. માતાના અવસાન પછી પરિવારની તમામ જવાબદારી તેમના ખભા પર આવી ગઈ. ઘરની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી. જેને પગલે રજનીકાંતે કુલીથી લઇ બસ કંડક્ટર સુધી કામ કર્યું છે.
રજનીકાંતને એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરવા માટે તેનો મિત્ર રાજ બહાદુરે તેની ખુબ મદદ કરી હતી. રજનીકાંતે તમિલ ઇન્ડસ્ટ્રીમાં બાલચંદ્રની ફિલ્મ ‘અપૂર્વા રાગનગાલ’થી ડેબ્યૂ કર્યું હતું.મહત્વનું છે કે, રજનીકાંતે અભિનયની શરૂઆત કન્નડ નાટકોથી કરી હતી. દુર્યોધનનું પાત્ર નિભાવી રજનીકાંત ધરે ઘરે લોકપ્રિયા થયા હતા. પરંતુ અભિનેતા પ્રથમવાર લીડ હીરોના રૂપમાં એસપી મુથુરમનની ફિલ્મ ‘ભુવન ઓરૂ કેલ્વકુરી’માં નજર આવ્યા હતા.
સૌથી ખાસ વાત એ છે કે, રજનીકાંતની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા ચાહકો તેના પોસ્ટરને દૂધથી સ્નાન કરાવે છે.લોકો રજનીકાંતની ફિલ્મ જોવા માટે સવારના 4 વાગ્યાથી જ ટિકિટ બારી બહાર ઊભા રહીને જ્યારે રજનીકાંતના દ્રશ્યો સ્ક્રીન પર આવતા તો દર્શકો તેમના પર સિક્કાનો વરસાદ વરસાવતા હતા.જેને પગલે ઘણીવાર સિનેમા હોલના પડદા ફાટી જતા હતા. જેના કારણે પાછળથી દક્ષિણ ભારતના સિનેમાઘરોમાં સિક્કા લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.આવ્યા હતા.