scorecardresearch

Sridevi Biography: શ્રીદેવીનું જીવન એક પુસ્તકમાં ચિત્રિત, બોની કપૂર કરશે બુકને લોન્ચ

sridevi biography book name: ‘શ્રીદેવી: ધ લેજન્ડ’ બુક (sridevi biography book) અંગે વેસ્ટલેંડ બુક્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી સત્તાવાર જાહેરાત કરી હતી.

શ્રીદેવી
શ્રીદેવી ફાઇલ તસવીર

બોલિવૂડની દિવગંત સુપરસ્ટાર શ્રીદેવી આજે પણ લોકોના દિલો પર રાજ કરે છે. શ્રદેવી કોઇ પરિચયની મોહતાજ નથી. તેમની સુંદરતા અને તેઓ કેટલા પ્રતિભાશાળી હતા તેની ઝલક તેમની ફિલ્મોમાં બખુબી જોવા મળી રહ્યુ છે. એવી દિગ્ગજ હસ્તીના જીવન પર બાયોગ્રાફી લખવામાં આવી છે. આ બુક તેમનાં નિધનના 5 વર્ષ બાદ લોન્ચ થવા જઈ રહી છે.

આ પુસ્તક શ્રીદેવીનું સંપૂર્ણ ચિત્ર આપે છે, ભારતીય સિનેમામાં અજોડ કારકીર્દી ધરાવતા સર્વશ્રેષ્ઠ સુપરસ્ટાર શ્રીદેવીની સ્ટોરીને લોકો ફરીથી માણી શકશે.

આ બાયોગ્રાફીનું નામ ‘શ્રીદેવી: ધ લેજન્ડ’ છે, જેને શ્રીદેવીના પતિ બોની કપૂર લોન્ચ કરશે. એવુ માનવામાં આવે છે કે શ્રીદેવીના જીવન પર આધારિત આ પુસ્તક વર્ષ 2023માં પબ્લિશ કરવામાં આવશે. આ બાયોગ્રાફીના લેખક ધીરજ કુમાર છે, જે કોલમિસ્ટ, લેખક અને રિસર્ચર છે. આ બુક દ્વારા તે બાયોગ્રાફી ડેબ્યુ કરી રહ્યા છે. આ બુકના રાઇટ્સ વેસ્ટલેંડ બુક્સને આપવામાં આવ્યા છે.

બુધવારે વેસ્ટલેંડ બુક્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા ‘શ્રીદેવી: ધ લેજન્ડ’ બુક વિશે સત્તાવાર જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરતા વેસ્ટલેંડ બુક્સે કહ્યું, ‘ અમે આ જાહેરાત કરતા ખુબ એક્સાઈટેડ ફીલ કરી રહ્યા છીએ કે અમે શ્રીદેવીના જીવન પર આધારી બાયોગ્રાફીને પબ્લિશ કરીશું. તે એક આઈકોનિક સુપરસ્ટાર અને સાચા લેજન્ડ હતા.’ શ્રીદેવીના પતિ બોની કપૂરે પણ સોશિયલ મીડિયા પર બાયોગ્રાફીથી જોડાયેલા આ પોસ્ટને શેર કરી છે.

શ્રીદેવીનું ફિલ્મી કરિયર ખુબ શાનદાર રહ્યુ છે. શ્રીદેવીએ બોલીવૂડમાં એક્ટર તરીકે શરૂઆત વર્ષ 1978માં આવેલી ફિલ્મ ‘સોલવા સાવન’ થી કરી હતી. આ ફિલ્મમાં શ્રીદેવી સાથે અમોલ પાલેકરે કામ કર્યું હતું.

આ પણ વાંચો: Goti Soda Season 3: હાસ્યનો ખજાનો! Shemaroo me એપ પર કોમેડીથી ભરપૂર ‘ગોટી સોડા સિઝન 3’ રિલીઝ

આ બાદ શ્રીદેવીએ ફિલ્મ ‘હિમ્મતવાલા’ માં કામ કર્યું હતું. તેઓએ તેમનાં 40 વર્ષના કરિયરમાં આશરે 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. હિંદી ફિલ્મોની સાથે સાથે તેમણે તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સિનેમા જગતમાં તેમનાં યોગદાન માટે વર્ષ 2013માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.

Web Title: Sridevi biography book name launch husband bony kapoor movie

Best of Express