Stree 2 Box Office Collection Day 53 | સ્ત્રી 2 સતત 53મા દિવસે પણ સિનેમાઘરોમાં ચમકી, જાણો કલેક્શન

Stree 2 Box Office Collection Day 53 : સ્ત્રી 2 ફિલ્મ અમર કૌશિક દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. ફિલ્મ 15 મી ઓગસ્ટ સ્વંત્રતા દિવસે રિલીઝ થઇ છે, એમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, અપરશકિત ખુરાના અને પંકજ ત્રિપાઠી જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં છે.

Written by shivani chauhan
October 07, 2024 10:03 IST
Stree 2 Box Office Collection Day 53 | સ્ત્રી 2 સતત 53મા દિવસે પણ સિનેમાઘરોમાં ચમકી, જાણો કલેક્શન
સ્ત્રી 2 સતત 53મા દિવસે પણ સિનેમાઘરોમાં ચમકી, જાણો કલેક્શન

Stree 2 Box Office Collection Day 53 : સ્ત્રી 2 (Stree 2) વર્ષ 2024ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ઉપરાંત, તે અત્યાર સુધીની હિન્દીની સૌથી વધુ કમાણી કરનાર હોરર-કોમેડી ફિલ્મ સાબિત થઈ છે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે જ શાનદાર ઓપનિંગ કરી હતી. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 291.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તે જ સમયે, બીજા સપ્તાહમાં ફિલ્મે તેની જોરદાર કમાણી ચાલુ રાખી અને 141.4 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

અમર કૌશિક દ્વારા નિર્દેશિત 60 કરોડ રૂપિયાની આ ફિલ્મે ત્રીજા સપ્તાહમાં 70.2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ચોથા સપ્તાહમાં તેની કમાણી 36.1 કરોડ રૂપિયા હતી. પાંચમા સપ્તાહમાં તેણે 24.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. છઠ્ઠા સપ્તાહમાં તેણે તેના ખાતામાં 18.6 કરોડ રૂપિયા ઉમેર્યા હતા. 44માં દિવસે તેની કમાણી 90 લાખ રૂપિયા, 45માં દિવસે 2.1 કરોડ રૂપિયા, 46માં દિવસે 2.5 કરોડ રૂપિયા અને 47માં દિવસે 65 લાખ રૂપિયા હતી. 48માં દિવસે (મંગળવારે) તેણે 85 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

આ પણ વાંચો: દેવરા બોક્સ ઓફિસ કલેશન ઘટ્યું, સાતમા દિવસે કરી આટલી કમાણી

સ્ત્રી 2 બોક્સ ઓફિસ કલેક્શન ડે 53 (Stree 2 Box Office Collection Day 53)

મેડોક સુપરનેચરલ યુનિવર્સ ફિલ્મ ‘સ્ત્રી 2’ એ 49માં દિવસે 1.68 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે રિલીઝના 50માં દિવસે 45 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ રીતે સાત સપ્તાહનું તેનું કુલ કલેક્શન 9.35 કરોડ રૂપિયા થઈ ગયું. ફિલ્મ હવે આઠમા સપ્તાહમાં ચાલી રહી છે. ફિલ્મે 51માં દિવસે 50 લાખ રૂપિયાની કમાણી કરી હતી. તેણે 52માં દિવસે 85 લાખ રૂપિયા કલેક્ટ કર્યા હતા.

આ પણ વાંચો: મલાઈકા અરોરા, શિલ્પા શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ કોચીમાં હાજર, નવરાત્રીની કરી ઉજવણી

તે જ સમયે, જો પ્રારંભિક આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, સ્ત્રી 2 એ તેની રિલીઝના 53માં દિવસે 1.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મનો અત્યાર સુધીનો કુલ બિઝનેસ 594.6 કરોડ રૂપિયા થઈ ગયો છે. 600 કરોડની ક્લબમાં સામેલ થવા માટે ‘સ્ત્રી 2’ને ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. જો આમ થશે તો તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ને હરાવીને નંબર 1 હિન્દી ફિલ્મ બની જશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ