Rajkummar Rao : રાજકુમાર રાવની છેલ્લી 5 ફિલ્મ હિટ રહી કે ફ્લોપ? એક્ટરની સ્ત્રી 2 આવતીકાલે સ્વતંત્રતા દિવસે થશે રિલીઝ

Rajkummar Rao : ભૂમિ પેડનેકર પણ રાજકુમાર રાવ સાથે વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ બધાઈ દોમાં જોવા મળી હતી. આ ફિલ્મ દર્શકો પર પોતાનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહી હતી. આટલા કરોડની કરી હતી કમાણી

Written by shivani chauhan
August 14, 2024 10:02 IST
Rajkummar Rao : રાજકુમાર રાવની છેલ્લી 5 ફિલ્મ હિટ રહી કે ફ્લોપ? એક્ટરની સ્ત્રી 2 આવતીકાલે સ્વતંત્રતા દિવસે થશે રિલીઝ
રાજકુમાર રાવની છેલ્લી 5 ફિલ્મ હિટ રહી કે ફ્લોપ? એક્ટરની સ્ત્રી 2 આવતીકાલે સ્વતંત્રતા દિવસે થશે રિલીઝ

Rajkummar Rao : રાજકુમાર રાવ (Rajkummar Rao) ની ફિલ્મ સ્ત્રી 2 (Stree 2) આવતી કાલે 15 મી ઓગસ્ટ 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ હોરર કોમેડી ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ કરોડો રૂપિયાનું કલેક્શન કર્યું છે. ત્યારે એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ કરી શકે છે. આ ફિલ્મને મળી રહેલા જબરદસ્ત રિસ્પોન્સ વચ્ચે અહીં જાણો રાજકુમાર રાવની છેલ્લી પાંચ ફિલ્મો કેવી રહી? કેટલી ફિલ્મો હિટ અને કેટલી રહી ફ્લોપ? જાણો

શ્રી અને શ્રીમતી માહી (Mr. and Mrs. Mahi)

રાજકુમાર રાવ અને જાન્હવી કપૂર મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળ્યા હતા. ક્રિકેટ પર આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. પહેલા વીકએન્ડમાં 17.12 કરોડ રૂપિયાની કમાણી કર્યા બાદ ફિલ્મે એવરેજ 52 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ટિકિટ બારી પર ફિલ્મનું પ્રદર્શન એવરેજથી ઓછું હતું.

આ પણ વાંચો: Janhvi Kapoor : જાન્હવી કપૂર શ્રીદેવીના જન્મદિવસ પર રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે સાથે તિરુપતિ મંદિર પહોંચી, જુઓ ફોટા

શ્રીકાંત (Srikanth)

મિસ્ટર એન્ડ મિસિસ માહી ઉપરાંત રાજકુમાર રાવની શ્રીકાંત પણ આ વર્ષે મે મહિનામાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તે એક અંધ બિઝનેસમેનના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. 50.05 કરોડની કમાણી સાથે તેને સરેરાશ જાહેર કરવામાં આવી હતી.

ભીડ (Bheed)

કોરોના સમયમાં પર આધારિત આ ફિલ્મ ગયા વર્ષે એટલે કે 2023ના માર્ચ મહિનામાં રિલીઝ થઈ હતી. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મે ટિકિટ બારી પર કુલ 2 કરોડ 3 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

આ પણ વાંચો: Abhishek Aishwarya | અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના છૂટાછેડાની અફવા વચ્ચે આખરે અભિષેકે મૌન તોડ્યું, આપી આવી પ્રતિક્રિયા

હિટ – ધ ફર્સ્ટ કેસ (Hit – The First Case)

સસ્પેન્સ થ્રિલર હિટ- ધ ફર્સ્ટ કેસ સાઉથની હિટ ફિલ્મની રિમેક હતી, પરંતુ લોકોને આ ફિલ્મ બહુ પસંદ આવી ન હતી. આ ફિલ્મે 1 કરોડ 35 લાખ રૂપિયાની ઓપનિંગ કરી હતી. તે જ સમયે, તેનું કુલ કલેક્શન માત્ર 9 કરોડ 29 લાખ રૂપિયા હતું. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

બધાઈ દો (Badhaai Do)

ભૂમિ પેડનેકર પણ રાજકુમાર રાવ સાથે વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ બધાઈ દોમાં જોવા મળી હતી. આ ફિલ્મ દર્શકો પર પોતાનો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 20.62 કરોડ રૂપિયાનું કુલ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર પણ ફ્લોપ જાહેર કરવામાં આવી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ