200 કરોડની છેતરપિંડી મામલે તિહાર જેલમાં સજા ભોગવી રહેલો કોનમેન સુકેશ ચંદ્રશેખરે હોળીના પર્વ નિમિતે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસને પત્ર લખીને પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુકેશે આ પહેલા વેન્ટાઇન ડે પર જેકલીનને શુભેચ્છા પાઠવી હતી.
હવે પત્ર વિશે વાત કરીએ તો સુકેશે હોળીના તહેવાર પર મીડિયા, તેના દુશ્મનો, મિત્રો અને જેકલીનને શુભકામના પાઠવી છે. આ સિવાય તેને અભિનેત્રીને વચન આપ્યું છે કે, તે તેના જીવન ખુશીઓથી ભરપૂર કરી દેશે. સુકેશે પત્રમાં જેકલીનને હોળીની શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે, હું સૌથી શાનદાર વ્યક્તિ, અદ્ભૂત, મારી સદાબહાર જેકલીનને હોળીની શુભેચ્છાઓ પાઠવું છું.
સુકેશે પત્રમાં લખ્યું છે કે, આ રંગોના તહેવાર પર હું તમને વચન આપું છું કે જે રંગ તમારા જીવનમાંથી ફીકા કે પછી ગાયબ થઇ ગયા છે, તેમને 100 ગુના કરીને તમારી પાસે પરત લાવવામાં આવશે. મારી સ્ટાઇલમાં. હું આ સુનિશ્વિત કરીશ અને તેની સંપૂર્ણ જવાબદારી મારી છે. તું જાણે છે હું તારા માટે કોઇ પણ હદ સુધી જઇ શકું છું માય બેબી. માય બેબી હું તને પ્રેમ કરું છું, સદા હસ્તી રહો.

આ સાથે સુકેશે પત્રમાં લખ્યું છે કે, તને ખબર છે તું મારા માટે કેટલી મહત્વ રાખેશ, લવ યૂ માય પ્રિસેંસ, તને ખુબ યાદ કરું છું. મારી બી, મેરી બોમ્મા, મેરા પ્યાર, મેરી જેકી.
મહત્વનું છે કે, 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેના દિવસે સુકેશને હાઇકોર્ટ સમક્ષ કરાયો હતો. જ્યારે સુકેશને ટાઇટ સિક્યોરિટી વચ્ચે કોર્ટ રૂમમાં બહાર લાવવામાં આવ્યો હતો તે સમયે તેને મીડિયાના સવાલો પર જેકલીન વિશે કંઇ પણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. પરંતુ તેણે કહ્યું હતું કે, મારા તરફથી તેને વેલેન્ટાઇન ડે વિશ કરજો.
આ પણ વાંચો: સિદ્ધાર્થ અને કિયારા નવા અંદાજમાં મળશે જોવા, રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં મચાવશે ધૂમ
આ સિવાય સુકેશે એમ પણ કહ્યું હતુ કે, 200 કરોડના ઠગ મામલે જેકલીનનો કોઇ લેવા દેવા નથી. વધુમાં સુકેશે કહ્યું કે, જેકલીનને ચિંતા કરવાની જરૂર નથી. તેની સુરક્ષા માટે હું અહીંયા છું ને.