Sulochana Death: પીએમ મોદી સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓએ એક્ટ્રેસ સુલોચનાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Sulochana Death: એક જમાનાની સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી સુલોચનાનું 94 વર્ષની વયે અવસાન થયું છે. સુલોચનાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વિટર પર મરાઠીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Sulochana Death: એક જમાનાની સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી સુલોચનાનું 94 વર્ષની વયે અવસાન થયું છે. સુલોચનાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વિટર પર મરાઠીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
sulochana death photo news today

સુલોચનાના નિધન પર પીએમ મોદી સહિત બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

એક જમાનાની સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી સુલોચનાનું 94 વર્ષની વયે અવસાન થયું છે. સુલોચના 40થી 50ના દાયકામાં ખૂબ જ જાણીતી અભિનેત્રી હતી. સુલોચનાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર મરાઠીમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Advertisment

પીએમ મોદીએ ટ્વિટર પર અભિનેત્રી સુલોચનાને ભાવપૂર્વક શ્રદ્ધાંજિલ અર્પણ કરી લખ્યું, “સુલોચનાજીના અવસાનથી ભારતીય સિનેમામાં એક વિશાળ ખાલીપો સર્જાયો છે. તેમના અવિસ્મરણીય અભિનયએ આપણી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી અને પેઢીઓની પેઢીઓ સુધી તેમને પ્રિય બનાવ્યા. તેમનો સિનેમેટિક વારસો તેમના અભિનય દ્વારા જીવંત રહેશે. તેમના પરિવાર પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

પ્રધાનમંત્રી મોદી સિવાય બોલિવૂડના દિગ્ગજ કલાકારો અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ સહિતની હસતીઓએ અભિનેત્રીને શ્રદ્ધાંજિલ અર્પણ કરી.

Advertisment

અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં સુલોચના વિશે લખ્યું હતું અને તેણીને પડદાની "સૌમ્ય, ઉદાર, સંભાળ રાખતી માતા" ગણાવી હતી. મુકદ્દર કા સિકંદર, મજબૂર અને રેશ્મા ઔર શેરામાં તેની સાથે કામ કરનાર મેગાસ્ટારે ખુલાસો કર્યો હતો કે તે તેના સ્વાસ્થ્યની દેખરેખ રાખવા માટે તેના પરિવાર સાથે સતત સંપર્કમાં હતો કારણ કે તેણીની તબિયત છેલ્લા કેટલાક સમયથી સારી ન હતી.

માધુરી દીક્ષિતે ટ્વીટ કરી લખ્યું કે, સુલોચના સૌથી સુંદર કલાકારોમાંની એક હતી અને સુલોચનાની તેણીની મનપસંદ ફિલ્મ - 1959ની મરાઠી નાટક સંગત આઈકાની સૂચિબદ્ધ કરી હતી. “સુલોચના તાઈ સિનેમાએ જોયેલી સૌથી પ્રિય અને આકર્ષક અભિનેત્રીઓમાંની એક હતી. તેમની મારી પ્રિય ફિલ્મ હંમેશા સંગત આઈકા રહેશે. દરેક ફિલ્મમાં તેનો અભિનય યાદગાર રહ્યો. ભારતીય સિનેમામાં તમારું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે 🙏🏻”

,

રિતેશ દેશમુખે સુલોચનાની એક તસવીર શેર કરી, લખ્યું કે અભિનેત્રી હિન્દી અને મરાઠી પ્રેક્ષકોના "દિલ પર રાજ કરે છે". “સુલોચના દીદીના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. મરાઠી અને હિન્દી સિનેમામાં દર્શકોના દિલ પર રાજ કરનાર આ મહાન અભિનેત્રીને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. 🙏🏽🙏🏽"

સુલોચનાની પુત્રી કંચન ઘાણેકરે માતાના અવસાનની પુષ્ટિ કરતા Indianexpress.com ને જણાવ્યું હતું કે, અભિનેત્રીને લાંબા સમયથી શ્વાસમાં લેવામાં તકલીફ હતી. આ સાથે તેમને વય સંબંઘિત બીમારીઓ હતી. ઘણીવાર તેમની તબિયત ખરાબ રહેતી હતી. પીઢ અભિનેત્રીના નિધનના પગલે બોલિવૂડમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે આજે સોમવારે સુલોચનાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પ્રભાદેવી સ્થિત તેમના ઘરે રાખવામાં આવશે. ત્યારબાદ અભિનેત્રીના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક સ્થિત શિવાજી પાર્ક સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.

આ પણ વાંચો: નસીરૂદ્દીન શાહે ઇસરો ચીફ પર દુપ્રષ્ચારનો લગાવ્યો આરોપ, ભારત ફરી અંધવિશ્વાસ તરફ…

સુલોચનાએ તેમની ફિલ્મી કારકિર્દીમાં 300થી વધુ ફિલ્મોમાં જોવા મળી હતી અને તેઓ મુખ્યત્વે શમ્મી કપૂરની દિલ દેકે દેખો, દિલીપ કુમારની આદમી, દેવ આનંદની જોની મેરા નામ અને બચ્ચન અભિનીત સિકદર કા મુકદ્દર જેવી હિન્દી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવવા માટે જાણીતા હતા.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ