/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/sunny-deol-drunk-viral-video.jpg)
સની દેઓલનો અડધી રાત્રે મુંબઇના રસ્તા પર લથડિયા ખાતો વીડિયો વાયરલ
Sunny Deol Viral Video : એક્ટર સની દેઓલ (Sunny Deol) પોતાના નવા વીડિયોના કારણે ટ્રોલીંગનો શિકાર બન્યો છે. આ વીડિયોમાં અભિનેતા જુહુ સર્કલ, મુંબઈમાં મોડી રાત્રે નશાની હાલતમાં જોવા હતો. સની દેઓલનો આવો વીડિયો વાયરલ (Video Viral) થતાં લોકોએ જોરદાર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.
સની દેઓલ નશાની હાલતમાં એક એક ઓટો ડ્રાઈવર સાથે અથડાવવા જતો હતો ત્યારે ઓટો ડ્રાઈવર તેને રોકે છે અને તેને ઓળખે છે. સનીને સ્તબ્ધ થતો જોઈને તે તેની મદદ કરે છે. આ પછી તે તેમને પકડીને ઓટોમાં બેસાડે છે. સની તેની સાથે વાત કરતો અને હસતો જોવા મળે છે.
સની દેઓલને આવી હાલતમાં કેટલાકે તેની મજાક પણ ઉડાવી હતી. એકે લખ્યું, 'જનતાની સેવા કરીને થાકી ગયો. તેમને સહાનુભૂતિના ટોનિકની જરૂર છે'. તો અન્ય એકે લખ્યું, 'હેન્ડપંપ ઉખાડી નાખનાર વ્યક્તિની હાલત જુઓ.' જ્યારે બીજા એક યૂઝરે લખ્યું, 'તેઓ ફરતા નથી, તેઓ ડાન્સ કરી રહ્યા છે'. બીજા બાજુ એક યૂઝરે લખ્યું, 'આવો સર, ચાલો હું તમને લાહોર ડ્રોપ કરું. ' જો કે કેટલાક એવા છે જેઓ સનીની હાલત પર વિશ્વાસ કરી શકતા નથી.
It can be very dangerous! pic.twitter.com/heyinDQUKQ
— KRK (@kamaalrkhan) December 6, 2023
સની દેઓલનો વીડિયો સામે આવતા જ ફેન્સ સનીના બચાવમાં
સનીનો આ વીડિયો તેની ફિલ્મના શૂટિંગનો છે. તેના એક ચાહકે લખ્યું, 'બસ હવે કેટલાક લોકોને સત્ય જાણ્યા વિના સની પાજીને બદનામ કરવાનું બહાનું મળશે.' એકે લખ્યું, 'સત્ય એ છે કે સની તેની આગામી ફિલ્મ 'સફર'નું શૂટિંગ કરી રહ્યા છે, આ વીડિયો સામે આવ્યો છે જે તેની ફિલ્મનો એક ભાગ છે.' એકે લખ્યું, 'સની દારૂથી દૂર રહે છે. નફરત ફેલાવવાનું બંધ કરો.'
Afwaahon ka ‘Safar’ bas yahin tak 🙏🙏#Shooting#BTSpic.twitter.com/MS6kSUAKzL
— Sunny Deol (@iamsunnydeol) December 6, 2023
સની દેઓલે તેના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે દારૂથી દૂર રહે છે. તેણે કહ્યું હતું કે, "એવું નથી કે જ્યારે હું ઇંગ્લેન્ડ ગયો ત્યારે મેં પ્રયત્ન કર્યો ન હતો મેં એ સોસાયટીનો એક ભાગ બનવાનો પ્રયત્ન કર્યો પણ હું સમજી શક્યો નહીં. આલ્કોહોલ આટલું કડવું છે અને ખૂબ દુર્ગંધ આવે છે કે માથું દુખવા લાગે છે તો શા માટે તે પીવું? તેનો કોઈ અર્થ નથી, તેથી હું ક્યારેય પીતો નથી."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us