દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની ગઇકાલે 38મી જન્મજયંતિ હતી. ત્યારે અમે તમને તેમના વિશે રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ, જેના વિશે લોકો ભાગ્યે જ જાણતા હશે.
સુશાંતસિંહ રાજપૂત બોલિવૂડના એવા કલાકારોમાંથી એક છે, જે પોતાની પ્રતિભા માટે જાણીતા છે. તેણે બહુ ઓછા સમયમાં પડદા પર પોતાની અભિનયશક્તિ સાબિત કરી છે. સુશાંતે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ટી.વી. સિરિયલોથી કરી હતી. તેમનો જન્મ 21 જાન્યુઆરી, 1986ના રોજ બિહારમાં થયો હતો. વર્ષ 2020માં તેણે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હતી. તે એક મધ્યમવર્ગીય પરિવારનો હતો. અભિનેતાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવવા માટે ઘણી મહેનત કરી હતી. તેમની જન્મજયંતિ નિમિત્તે તમારે તેમના વિશે 5 રસપ્રદ વાતો જાણવી જોઈએ.
- પહેલી સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’
સુશાંતસિંહ રાજપૂતના અભિનય કરિયર વિશે મોટાભાગના લોકો જાણે છે કે તેણે એકતા કપૂરની ટી.વી. સીરિયલ ‘પવિત્ર રિશ્તા’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેવું નથી. તેની પહેલી સિરિયલ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ છે. તેમાં તેનો નાનો રોલ હતો. તેને ‘પવિત્ર રિશ્તા’થી લોકપ્રિયતા મળી હતી. આમાં તેમની અને અંકિતા લોખંડેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને બંને સ્ટાર્સ દરેક ઘરમાં ફેમસ થઈ ગયા હતા.
- ચહેરો છુપાવીને સિનેમા હોલમાં જતા
સુશાંતસિંહ રાજપૂત વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે તે થિયેટરોમાં ચહેરો છુપાવીને જતો હતો. વાસ્તવમાં, જ્યારે પણ તેમની કોઈ ફિલ્મ રિલીઝ થતી, ત્યારે તે જોવા માટે થિયેટરમાં જતો અને આખો સમય ચહેરો છુપાવીને બેસી રહેતો. પરંતુ શો પૂરો થતાની સાથે જ તે ચાહકોની વચ્ચે પોતાનો ચહેરો જાહેર કરી દેતો હતો.
- હ્રતિક રોશન અને ઐશ્વર્યા રાયનો બેકગ્રાઉન્ડ ડાન્સર
સુશાંતે ફિલ્મોમાં કરિયર શરૂ કરતા પહેલા બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. તેને ડાન્સનો ખૂબ જ શોખ હતો. 2006માં કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં સૌ પ્રથમ ઐશ્વર્યા રાયનો બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળ્યો હતો. એટલું જ નહીં, તે ફિલ્મ ‘ધૂમ 2’માં રિતિક રોશન સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતો જોવા મળ્યો હતો.
- સુશાંત નેશનલ ઓલિમ્પિયાડનો વિજેતા
નોંધનીય છે કે સુશાંતસિંહ રાજપૂત અભ્યાસની સાથે એક્ટિંગમાં પણ ખૂબ જ સ્માર્ટ હતો. તેણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. આ માટે તેણે માત્ર 3 વર્ષ અભ્યાસ કર્યો. અભિનયમાં આવવા માટે તેણે અભ્યાસ છોડી દીધો. એટલું જ નહીં, અભિનેતા ફિઝિક્સ નેશનલ ઓલિમ્પિયાડનો વિજેતા પણ હતો. તેણે લગભગ 11 એન્જિનિયરિંગ પરીક્ષાઓ પાસ કરી હતી.
- સુશાંત ચંદ્ર પર જમીન ખરીદનાર પ્રથમ અભિનેતા
એટલું જ નહીં, સુશાંત સિંહ રાજપૂતને ખગોળશાસ્ત્રમાં પણ ઘણો રસ હતો. તેની પાસે ઘણા અદ્યતન ટેલીસ્કોપ હતા. આના દ્વારા તે ઘણીવાર ચંદ્ર અને તારાઓને જોતો હતો. તેમના વિશે સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ સિનેમા જગતમાં એવા અભિનેતા રહ્યો છે કે જેમણે ચંદ્ર પર જમીન પણ ખરીદી હતી. સુશાંતને નવી વસ્તુઓ શોધવી ગમે છે. તેની પાસે એક ડાયરી પણ હતી, જેમાં તે પોતાના સપના વિશે લખતો હતો.





