સુશાંત સિંહ રાજપૂતના મોતને ત્રણ વર્ષ પૂર્ણ, બહેન અને ફેન્સ પોસ્ટ શેર કરીને થયા ભાવુક

Sushant Singh Rajput: સુશાંત સિંહની પુણ્યતિથી પર ફેન્સ તેમને સોશિયલ મીડિયા પર યાદ કરી રહ્યા છે. તેમજ દિવંગત એક્ટરની બહેન શ્વેતા સિંહે પણ તેના ભાઇ માટે એક ઇમોશનલ પોસ્ટ લખીને શેર કરી છે.

Written by mansi bhuva
June 14, 2023 10:39 IST
સુશાંત સિંહ રાજપૂતના મોતને ત્રણ વર્ષ પૂર્ણ, બહેન અને ફેન્સ પોસ્ટ શેર કરીને થયા ભાવુક
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ફાઇલ તસવીર

બોલિવૂડના ફેમસ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને આજે 14 જૂનના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. સુશાંત સિંહની હત્યાને પગલે બિહાર પોલીસે વર્ષ 2020માં કેસ દાખલ કર્યો હતો, પરંતુ સેન્ટ્રલ બ્યુરો ઇન્ડિયાએ પોતાના હાથમાં આ કેસ લઇ લીધો હતો અને ચાર્જશીટ દાખલ કરી કેસને બંધ કરી દીધો. આવા સંજોગોમાં સુશાંતને સતત ન્યાય અપાવાની માંગ ઉઠી રહી છે. સુશાંત સિંહની પુણ્યતિથી પર ફેન્સ તેમને સોશિયલ મીડિયા પર યાદ કરી રહ્યા છે. તેમજ દિવંગત એક્ટરની બહેન શ્વેતા સિંહે પણ તેના ભાઇ માટે એક ઇમોશનલ પોસ્ટ લખીને શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલાં સુશાંત સિંહ મુંબઇના બાન્દ્રા સ્થિત તેના ઘરમાં ફાંસી પર લટકાયેલી હાલતમાં મળી આવ્યાં હતાં. ત્યારબાદ સ્થાનિક પોલીસે તાત્કાલિક ધોરણ કાર્યવાહી હાથ ધરી હતી અને ફિલ્મી સિતારાઓ સહિત અન્ય ઘણા લોકોની પૂછપરછ કરી હતી. એક્ટરની પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની મોતને આત્મહત્યા બતાવવામાં આવી હતી. જો કે સુશાંતના પરિવાર અને ફેન્સને તેની હત્યા કરી હોવાના દાવાને પગલે તેઓ હજુ પણ તેમને ન્યાય મળે તેની માંગ કરી રહ્યા છે.

સુશાંત સિંહની બહેન શ્વેતા સિંહે ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સાથે તેના મેસેજ અને નોટ્સ શેયર કરી છે. આ સાથે તેને કેપ્શનમાં લખ્યું કે, “લવ યૂ ભાઇ, તમારી બુદ્ધિમતાને સલામ. મને દરેક ક્ષણ તમારી યાદ આવે છે. પરંતુ મને ખબર છે કે હવે તું મારો હિસ્સો છે. તું મારી શ્વાસની જેમ જરૂરી બની ગયો છે. તેના દ્વારા અપાયેલા અમુક નુક્કડોને શેર કરી રહી છું. આવો આપણે તેના બનીને રહીએ. #sushantisalive”.

નેહા કુમારી નામની એક યૂઝરે પણ સુશાંતની એક તસવીર શેર કરીને લખ્યું, સુપ્રભાત પ્રિય મિત્રો. આપણા બધા માટે આ દિવસ કાળો છે. કૃપા કરીને સૌના પ્રિય એવા સુશાંત સિંહ રાજપૂત માટે ટ્વીટ કે રિટ્વીટ કરતા રહીએ. સુશાંત સાથે અન્યાયના ત્રણ વર્ષ.

આ પણ વાંચો: બિગ બોસ OTT 2માં આ ચેહરાઓ પોતાનો જલવો બતાવશે, મેકર્સે સ્ટ્રીંમગના 3 દિવસ પહેલાં જાહેર કરી યાદી

જ્યારે પિયાલી નામની એક યૂઝરે લખ્યું, સુશાંત સાથે અન્યાયના ત્રણ વર્ષ. લોકતંત્ર માટે કાળો દિવસ. જ્યાં આ ત્રણ વર્ષ દરમિયાન અધિકારીઓ, એજન્સીઓ દ્વારા લોકોના અવાજને નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે,શર્મનાક. અમે ક્યારેય ભૂલીશું નહીં, ક્યારેય માફ નહીં કરીએ. સુશાંતને ન્યાય અપાવવા માટે વધુ જોરથી દહાડીશું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ