Sushant Singh Rajput Case: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના મોતનું કારણ આત્મહત્યા ગણાવવામાં આવ્યું હતું. જોકે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારમાંથી એક કૂપર હોસ્પિટલના કર્મચારી રુપ કુમાર શાહે દાવો કર્યો છે કે સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા નહીં પણ તેની હત્યા કરવામાં આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર બૂલેટ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.
મહત્વનું છે કે, આ ચોંકાવનારા સમાચારે બધાને ચકિત કરી દીધા છે. સુશાંતના પ્રશંસકો પહેલા જ આ ઘટનાને આત્મહત્યા માનતા ન હતા. હવે તેમને આત્મહત્યા ન માનવાનું વધુ એક કારણ મળી ગયું છે. રૂપ કુમારને આ હકીકત પ્રકાશમાં લાવવાને પગલે તેમને સુરક્ષા પ્રદાન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હકીકતમાં સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ આ મામલે CBIને ફરી તપાસ આદરવા હિમાયત કરી છે. આ ઉપરાંત તેને કર્મચારીને સત્ય ઉજાગર કરવા માટે સુરક્ષા આપવામાં આવે તેવી અપીલ કરી છે. સુશાંત સિંહની બહેને ટ્વિટર પર રૂપકુમારનો વીડિયો શેયર કરી પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહને ગુજારિશ કરતા લખ્યું છે કે, આપણે સુનિશ્વિત કરવું જોઇએ કે રૂપકુમાર શાહની સુરક્ષા કરવામાં આવે.
આ સિવાય શ્વેતાએ કહ્યું કે, અમે સીબીઆઇ તપાસ માટે એક રાષ્ટ્રના રૂપમાં સાથે ઉભા છીએ,નિષ્પક્ષ તપાસની માંગ કરવી અમારો અધિકાર છે તેમજ અમે માત્ર સત્ય સામે આવે તેની આશા કરીએ છીએ. શ્લેતા સિંહની આ પોસ્ટ બાદ લોકો તેમના સમર્થનમાં આવી ગયા છે અને સુશાંતને ન્યાય અપાવવાની બુલંગ અવાજમાં માંગ કરી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે મોર્ચરીના કર્મચારીના દાવા અનુસાર, સુશાંતની લાશ પર ચોટના નિશાનો હતા. તેમજ સુશાંતના પોસ્ટમોર્ટમ દરમિયાન વીડિયોગ્રાફીને સ્થાને માત્ર તેમની તસવીરો જ ક્લિક કરવામાં આવી હતી. સુશાંતના મૃતદેહને જોતા સાફ લાગી રહ્યુ હતુ કે તેણે આત્મહત્યા નહીં, પરંતુ તેમની હત્યા કરવામાં આવી હતી. આ પછી ફોરેન્સિક એક્સપર્ટે કર્માચારીના દાવા પર રોષ ઠાલવ્યો છે.
ફોરેન્સિક એક્સપર્ટે કહ્યું કે, ‘આ કર્મચારી બે વર્ષ સુધી ક્યાં હતો. તે કોઇ એક્સપર્ટ નથી જે શરીર જોઇને કહી શકે કે આ મર્ડર છે કે હત્યા. જો આ કર્મચારીને આ હત્યા લાગતી હોય તેના પૂરાવા આપે. કર્મચારી પાસે તેની વાત સાબિત કરવાના પૂરાવા હોય તો તપાસ એજન્સી આ મામલાની ઉંડી તપાસ કરશે’.