બોલિવૂડ અભિનેત્રી અને મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને 4 માર્ચના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેણે આ દર્દમાંથી સાજા થવાની સ્ટોરી શેર કરી હતી. જેમાં સુષ્મિતાએ એન્જિયોપ્લાસ્ટી કરાવી હોવાની માહિતી આપી હતી. સુષ્મિતાના જણાવ્યા અનુસાર તેને હ્રદયની મુખ્ય આર્ટરીમાં 95 ટકા બ્લોકેજ હતું. તેથી તેને બહુ મેજર હાર્ટ એટેક આવ્યો હતો. એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ હવે તેને વાયરલ થ્રોટ ઇન્ફેક્શન થયું છે.
સુષ્મિતાના હ્રદયની મુખ્ય આર્ટરી 95 ટકા બ્લોકેજ
હવે સુસ્મિતાએ હાર્ટ એટેક અંગેની વધારે વિગતો આપી છે. તેણે જણાવ્યું હતું કે તેને બહુ મેજર હાર્ટ એટેક આવ્યો હતો. તેનાં હૃદયની મુખ્ય આર્ટરીમાં 95 ટકા બ્લોકેજ હતું. ત્યારે તત્કાળ સારવાર ના મળી હોત તો તેના જીવને જોખમ હતું. જો કે પોતે હવે સ્વસ્થ થઈ રહી હોવાનું અભિનેત્રીએ જણાવ્યું હતું.
સુષ્મિતાએ ડોકર્ટર્સને કરી હતી વિંનતી
સુષ્મિતા સેને વધુમાં જણાવ્યું હતું કે, તેને આ તકલીફની ગુપ્તતા જળવાય રહે તે રહે તે માટે પોતે ડોક્ટરોને ખાસ વિનંતી કરી હતી કે ક્યાંય કોઈ સ્તરેથી આ હાર્ટ એટેકની વિગતો બહાર આવે નહીં. હવે એ જાણવું જરૂરી છે કે હાર્ટ એટેક સમયે એન્જિયોપ્લાસ્ટી શા માટે આટલી જરૂરી છે. સ્ટેન્ટ શું છે? અને શું તેને સ્ટેન્ટ વગર પૂર્ણ ન કરી શકાય ?
હાર્ટ એટેક આવવાનું કારણ
હાર્ટ એટેકને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન પણ કહેવામાં આવે છે. જ્યારે કોરોનરી આર્ટરી સાંકડી થવા લાગે છે તો હૃદયના સ્નાયુઓને પૂરતું લોહી મળતું નથી. હૃદયને લોહી મેળવવામાં જેટલો વધુ સમય લાગે છે. એટલો જ હૃદયના સ્નાયુઓને નુકસાન થાય છે. લોહીની ઉણપને કારણે હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. આ હાર્ટ એટેક છે.
શું છે એન્જિયોપ્લાસ્ટી?
એન્જિયોપ્લાસ્ટી કોરોનરી આર્ટરીમાં આવેલા અવરોધને ખોલવાની એક પ્રક્રિયા છે. જ્યારે ચરબી કે અન્ય કોઈ કારણે ધમની બંધ થઈ જાય છે તો બ્લોક થઈ ગયેલા બ્લડ વેસેલ્સને આ પ્રક્રિયા દ્વારા ખોલવામાં આવે છે. તેમાં ઓપન હાર્ટ સર્જરીની જરૂર નથી. આ પ્રક્રિયામાં એક કેથેટર એટલે એક લાંબી પાતળી ટ્યૂબને, રક્ત વાહિનીમાં દાખલ કરવામાં આવે છે અને બ્લોક થયેલી ધમની તરફ લઈ જવામાં આવે છે.
કેથેટરી ટિપ પર એક નાનુ બલૂન હોય છે જે બ્લોક થયેલી ધમની સુધી પહોંચ્યા બાદ ફૂલે છે.આ બલૂન પ્લાક અથવા લોહીના ગંઠાને બહારની તરફ ધકો મારે છે. જેથી બંધ થયેલી ધમની ફરી ખુલે છે અને હ્રદયને ફરી લોહી સપ્લાઈ થવા લાગે છે. એક્સરે દ્વારા ચોક્કસ બ્લોકેઝ શોધી શકાય છે. બીજી વખત બ્લોકેઝ ન થાય તેના માટે સ્ટેન્ટ મૂકવામાં આવે છે.
શું હોય છે સ્ટેન્ટ?
સ્ટેન્ટ એક નાનું ડિવાઈસ હોય છે.જે તે જગ્યાને ખોલવાનું કામ કરે છે જ્યાં કોરોનરી ધમની અત્યંત સાંકડી થઈ ગઈ હોય. બેડ કોલેસ્ટ્રોલ જમા થવાના કારણે આ સ્થિતિ સર્જાય છે. કોરોનરી ધમની સાંકડી થવાના સ્થળે બલૂનની મદદથી સ્ટેન્ટ નામનું ડિવાઈસ મૂકવામાં આવે છે.જેના કારણે લોહીનો પ્રવાહ બની રહે છે.
આ પણ વાંચો: અમિતાભ બચ્ચન પ્રોજેક્ટ ‘K’ના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત, અભિનેતાએ કહ્યું…અસહ્ય પીડામાં
કેટલો થાય છે ખર્ચ?
સ્ટેન્ટની કિંમત હોસ્પિટલ દ્વારા નક્કી કરવામાં આવે છે. મોંઘી હોસ્પિટલ હોય તો મોંઘા સ્ટેન્ટ જ નાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં 20થી 30 હજારની વચ્ચે સ્ટેન્ટ મૂકવામાં આવે છે. જો ખાનગી હોસ્પિટલોની વાત કરીએ તો કેટલીક હોસ્પિટલમાં 2થી 3 લાખનો ખર્ચ થાય છે તો કેટલીક હોસ્પિટલોમાં 3થી 5 લાખ સુધીનો ખર્ચ થાય છે.