ટી-સિરીઝ અને ગુલશન કુમારની ‘હનુમાન ચાલીસા’ એ રચ્યો ઇતિહાસ, યુટ્યુબ પર મળ્યા 5 અબજ વ્યૂઝ

T Series Gulshan Kumar Hanuman Chalisa : ગુલશન કુમારની હનુમાન ચાલીસાનો આ વીડિયો 10 મે 2011 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. 5 અબજ વ્યૂઝ મેળવનાર ભારતનો આ પ્રથમ વીડિયો બન્યો છે

Written by Ashish Goyal
November 26, 2025 23:10 IST
ટી-સિરીઝ અને ગુલશન કુમારની ‘હનુમાન ચાલીસા’ એ રચ્યો ઇતિહાસ, યુટ્યુબ પર મળ્યા 5 અબજ વ્યૂઝ
ગુલશન કુમાર દ્વારા ગાયેલા હનુમાન ચાલીસાનો વીડિયો 5 અબજથી વધુ વ્યૂઝ ધરાવનારો ભારતનો પહેલો વીડિયો બની ગયો છે

Hanuman Chalisa : ટી-સિરીઝની હનુમાન ચાલીસાએ યુટ્યુબ પર ઇતિહાસ રચ્યો છે. 5 અબજ વ્યૂઝ મેળવનાર આ પ્રથમ ભારતીય વીડિયો બની ગયો છે. ગુલશન કુમાર દ્વારા ગાયેલા હનુમાન ચાલીસાનો વીડિયો 5 અબજથી વધુ વ્યૂઝ ધરાવનારો ભારતનો પહેલો વીડિયો બની ગયો છે.

વ્યૂઝ સતત વધી રહ્યા છે

5 અબજ વ્યૂઝ મળ્યા પછી પણ તેના વ્યૂઝ સતત વધી રહ્યા છે. આ આંકડો કોઈ પણ બોલિવૂડ, પંજાબી કે અન્ય મોટા સુપરસ્ટારના ગીતો કરતાં ઘણો વધારે છે. ગુલશન કુમારની હનુમાન ચાલીસા પ્રખ્યાત છે. આ એકમાત્ર વીડિયો છે જે યુટ્યુબ પર અત્યાર સુધીમાં જોવામાં આવેલા ટોપના 10 વીડિયોમાંથી એક બની ગયો છે.

હરિહરન દ્વારા ભાવપૂર્વક રુપથી પ્રસ્તુત અને લલિત સેન દ્વારા રચિત શ્રી હનુમાન ચાલીસા વિશ્વભરના લાખો લોકો માટે આસ્થા, શક્તિ અને આધ્યાત્મિક જોડાણનો શક્તિશાળી સ્ત્રોત છે. ટી-સિરીઝના આ વીડિયોને શંભુ ગોપાલે ડાયરેક્ટ કર્યો છે.

આ વીડિયો 10 મે 2011 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરાયો હતો

ગુલશન કુમારની હનુમાન ચાલીસાનો આ વીડિયો 10 મે 2011 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે હવે 14 વર્ષ જૂનો છે. આ વીડિયોમાં ગુલશન કુમાર પોતે જોવા મળી રહ્યા છે. શ્રી હનુમાન ચાલીસાને યુટ્યુબ પર 5 અબજ વ્યૂઝ મળવાના સમાચારથી સોશિયલ મીડિયા યુઝર્સ ઉત્સાહિત થયા છે.

આ પણ વાંચો – કિસ કિસકો પ્યાર કરું 2 ટ્રેલર

એક યુટ્યુબ યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે 5 અબજ વ્યૂઝ પછી પાછો આવ્યો છું, ભારત અને આ સિદ્ધિ પર ખૂબ ગર્વ છે. અન્ય એક યુઝરે લખ્યું કે આ ખરેખર પ્રશંસનીય છે. આવા વીડિયો પ્રેરણા અને આશાનો સ્ત્રોત છે. તેને મળેલી ઓળખ વિશે જાણીને આનંદ થયો. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે વાહ, ભારત અને ટી-સિરીઝ માટે શું ઉપલબ્ધિ છે.

ભૂષણ કુમારે ખુશી વ્યક્ત કરી

આ પ્રસંગે બોલતા દિવંગત ગુલશન કુમારના પુત્ર અને ટી-સિરીઝના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારે કહ્યું કે હનુમાન ચાલીસા લાખો લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે, જેમાં હું પણ સામેલ છું. મારા પિતા ગુલશન કુમારે પોતાનું જીવન દરેક ઘરમાં આધ્યાત્મિક સંગીત પહોંચાડવા માટે સમર્પિત કર્યું હતું અને આ સિદ્ધિ તેમના વિઝનનો પુરાવો છે. 5 અબજ વ્યૂઝને પાર કરવું અને યુટ્યુબ પર સૌથી વધુ જોવામાં આવેલા ટોચના 10 વીડિયોમાં સ્થાન મેળવવું એ માત્ર ડિજિટલ સિદ્ધિ નથી; તે લોકોની અતૂટ નિષ્ઠા દર્શાવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ