Taapsee Pannu Gandhari: તપાસી પન્નુ ગાંધારી મૂવી ટ્રેલર રિલીઝ, હસીન દિલરુબા બનશે કાલી

Taapsee Pannu New Film : તપાસી પન્નુ ગાંધારી મૂવીમાં કનિકા ઢિલ્લો સાથે ફરી કામ કરશે. અપકમિંગ એક્શન થ્રિલર મૂવી ગાંધારીનું ટ્રેલર નેટફ્લિકસ રિલીઝ કરવામાં આવ્યું છે.

Written by Ajay Saroya
September 11, 2024 12:18 IST
Taapsee Pannu Gandhari: તપાસી પન્નુ ગાંધારી મૂવી ટ્રેલર રિલીઝ, હસીન દિલરુબા બનશે કાલી
Taapsee Pannu Gandhari: તાપસી પન્નુ અપકમિંગ મૂવી ગાંધારી નું ટ્રેલર નેટફ્લિક્સ પર રિલીઝ થયું છે. તાપસી પન્નુની કનિકા ઢિલ્લો સાથે બીજી મૂવી છે. (Photo: @taapsee / @netflix_in)

Gandhari Trailer Taapsee Pannu: તાપસી પન્નુ એક્શન થ્રીલ ફિલ્મ ગાંધારીમાં જોવા મળશે. ફિર આઈ હસીન દિલરુબા બાદ હવે તાપસી પન્નુ ગાંધારી મૂવીમાં કહેર વરતાવશે. લેખક ડાયરેક્ટર કનિકા ઢિલ્લો સાથે તાપસી પન્નુ સાથે નવી એક્શન થ્રિલર મૂવી લઇને આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક શોર્ટ વીડિયો શેર કરી આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે.

તાપસી પન્નુ અપકમિંગ મૂવી ગાંધારી માં બનશે કાલી (Taapsee Pannu Upcoming Movie Gandhari Trailer)

નેટફ્લિક્સે મંગળવારે એક શોર્ટ વીડિયો શેર કરી ગાંધારી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરી છે. વીડિયો સાથે તાપસી પન્નુનો કનિકા ઢિલ્લો સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે – હસીન લેખિકા અને અભિનેત્રીની જોડીની વાપસી, કનિકા ઢિલ્લો સાથે તાપસી પન્નુ એક એક્શન થ્રિલર ફિલ્મ પાસે વાપસી કરી રહી છે. ગાંધારી ટુંક સમયમાં માત્ર નેટફ્લિક્સ પર

ગાંધારી – માતા અને બાળકના પ્રેમની કહાણી (Taapsee Pannu Gandhari Trailer)

એક્શન થ્રિલર ગાંધારી મૂવીના વીડિયોમાં એક અલગ પ્રકારનો દર્શાવવામાં આવ્યો છે. ફ્લિમમાં માતા અને બાળક વચ્ચે ગાઢ સંબંધને આ ફિલ્મમાં દર્શવવામાં આવશે. વીડિયોની શરૂઆતમાં બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળે છે – કહેવાય છે કે માતાની દુઆ હંમેશા સાથે ચાલે છે, પરંતુ જ્યારે પોતાના બાળકની વાત હોય તો કાલી પણ તે જ બને છે.

તપાસી પન્નુ અને કનિકા ઢિલ્લો ફિર આઈ હસીન દિલરુબા માં સાથે હતા

તમને જણાવી દઇયે કે, તાપસી પન્નુ અને કનિકા ઢિલ્લો ફિર આઈ હસીન દિલરુબા મૂવીમાં એક સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મની કહાણી કનિકા ઢિલ્લો એ લખી હતી. હવે ગાંધારી મૂવીમાં તપાસી પન્નુ અને કનિકા ઢિલ્લો ફરી એક સાથે જોવા મળશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ