તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય શો છે. લગભગ છેલ્લા 14 વર્ષથી આ શો દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહ્યો છે. જો કે આ વાત સ્પષ્ટ છે કે, આટલા વર્ષ દરમિયાન શોના ઘણા ચહેરા બદલાઈ ગયા છે. તેમ છતાં આ શોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. પરંતુ આ સવાલ અનેકવાર ઉઠ્યો છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Oolta chashmah) સિરિયલની શરૂઆત કેવી રીતે થઈ? કોણ છે અસલી તારક મહેતા? આ નામની કોઈ વ્યક્તિ છે કે નહીં? આ તમામ સવાલોનો જવાબ આ અહેવાલમાં ચોક્કસથી મળશે.
આજે (26 ડિસેમ્બર) ગુજરાતના દિગ્ગજ લેખક તારક મહેતા તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’ મહાન કોલમનિસ્ટ તારક મહેતાની કોલમ દુનિયાના ઉંધા ચશ્મા પર આધારિત છે. તારક મહેતા શરૂ થયા પાછળ રોમાંચિત કહાની છે. હકીકતમાં આ શો શરૂ કરવાનો વિચાર અસિત મોદીને (Ashit Modi) તેમના ખાસ મિત્ર જતિન કણકિયાએ આપ્યો હતો. આ સિવાય કોલમ અંગે પણ તેમણે જ અસિત મોદીને પરિચય કરાવ્યો હતો. જે અંગે અસિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે.
આ રીતે સીરિયલની શરૂઆત
વર્ષ 1995ની આ વાત છે. તે સમયે કોલમનિસ્ટ તારક મહેતા મુંબઇથી અમદાવાદ સ્થિર થઇ ગયા હતા. વર્ષ 1997માં તેમની મુલાકાત અસિત મોદી સાથે થઇ. આ બાદ તેમણે આ શો શરૂ કરવાનું નક્કી કર્યું. જેને લઇને બે વર્ષ સુધી તેઓએ સંપર્કમાં રહી વાતચીત ચાલુ રાખી હતી. ત્યારે આ શોને લઇને તેઓ મૂંઝવણમાં હતા. કારણ કે સુરતમાં નિવાસ કરતા તેમના ખાસ મિત્ર મહેશ વકીલ પણ આ પ્રકારનો શો શરૂ કરવાનું વિચારી રહ્યા હતા. તેમણે તો એક બે એપિસોડ પણ તૈયાર કરી લીધા હતા. આ સ્થિતિમાં તારક મહેતાએ મહેશ વકિલ અને અસિત મોદીની મુલાકાત કરાવી અને બંનેની આ શો માટે સહમતી થઇ હતી.
આ નામ રાખવાનું કારણ
તમને જણાવી દઇએ કે આ શોનું નામ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એટલે રાખવામાં આવ્યું છે. કારણ કે તારક મહેતા દેશ અને સમાજમાં પ્રકાશિત થનારી ઘટનાઓને અનોખા અંદાજ અને નજરીયાથી લોકો સમક્ષ રજૂ કરવા માંગતા હતા.
તારક મહેતા શો માટે સહમતી તો બની ગઇ હતી, પરંતુ તે સમયે કોઇ પણ ચેનલ આ શોને પ્રસારિત કરવા માંગતા ન હતા. જો કે સોની ટીવીએ હામી ભરતા વર્ષ 2009થી આ શો ટીવી પર પ્રસારિત થવા લાગ્યો. ત્યાાર બાદ આ શોને અવી સફળતા મળી કે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી. શોના પાત્રોએ ખુબ નામના મેળવી.