SAB ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમયથી તેના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો લગભગ 14 વર્ષથી દર્શકોને ખિલખિલાટ હસાવી રહ્યો છે. શોના દરેક પાત્રો છવાયેલા છે. જે પૈકી એક ટપ્પુનું પાત્ર છે. આ શોમાં ટપ્પુનું પાત્ર રાજઅનડકટ નિભાવી રહ્યો હતો, પરંતુ તેને થોડા સમય પહેલા જ તારક મહેતા શો ને અલવિદા કહી દીધું હતું. ત્યારે હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’માં નવા ટપ્પુની ધમાકેદાર એન્ટ્રી થશે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે.
આવી સ્થિતિમાં, ચાહકોને શો અને શો સાથે જોડાયેલા લોકો વિશે જાણવામાં ખૂબ જ રસ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કેટલાક કલાકારો સતત શો છોડી રહ્યા છે. અત્યાર સુધી ઘણા મોટા કલાકારો આ શોને અલવિદા કહી ચૂક્યા છે. શોના પ્રેક્ષકોને મોટો આંચકો એ સમયે લાગ્યો જ્યારે દયાબેને આ શો છોડી દીધો, દયાબેન પછી મહેતા સાહેબની ભૂમિકા ભજવનાર અભિનેતા શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે.
શોના નિર્માતાઓએ ‘ટપ્પુ’ના રોલ માટે નીતિશ ભાલુનીને કાસ્ટ કર્યા છે. હવે ટૂંક સમયમાં તે શોમાં ટપ્પુના પાત્ર સાથે દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ સાથે શૂટિંગની તૈયારીઓ પણ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ મેકર્સ જેઠાલાલના પુત્ર ટપ્પુને દર્શકો સામે લાવશે. જો કે, હજુ સુધી શોના નિર્માતા અસિત મોદીએ આ સારા સમાચારની પુષ્ટિ કરી નથી અને ન તો નીતિશે આ વિશે વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, નીતીશ ભાલુની ટીવી સીરિયલ ‘મેરી ડોલી મેરે અંગના’માં જોવા મળી ચૂક્યા છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેતાની ઘણી સારી ફેન ફોલોઈંગ છે. TMKOC નીતિશ ભાલુની માટે મોટો બ્રેક બની શકે છે.